Delhi Violence: હિંસાગ્રસ્ત વિસ્તારમાં NSA ડોભાલ, લોકોને કહ્યું- બધાએ સાથે મળીને રહેવાનું છે


તો આજે હિંસા પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કર્યાં બાદ એનએસએ અજીત ડોભાલે કહ્યું કે, પોલીસ ત્વરીત કામ કરી રહી છે. તેમણે કહ્યું, 'સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.
 

Delhi Violence: હિંસાગ્રસ્ત વિસ્તારમાં NSA ડોભાલ, લોકોને કહ્યું- બધાએ સાથે મળીને રહેવાનું છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહી છે. નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને શરૂ થયેલી હિંસાએ દિલ્હીમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ ડોભાલ એકવાર ફરી રસ્તાઓ પર ફરીને લોકોને મળી રહ્યાં છે.

અજીત ડોભાલે આજે સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસની મુલાકાત બાદ હિંસાગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. આજે ડોભાલે મૌજપુર અને જાફરાબાદનો પ્રવાસ કર્યો હતો. તો આ પહેલા પણ ડોભાલ સીલમપુર સહિત નોર્થ-ઈસ્ટ દિલ્હીના ઘણા વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે. 

— ANI (@ANI) February 26, 2020

— ANI (@ANI) February 26, 2020

તો આજે હિંસા પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કર્યાં બાદ એનએસએ અજીત ડોભાલે કહ્યું કે, પોલીસ ત્વરીત કામ કરી રહી છે. તેમણે કહ્યું, 'સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકો સંતુષ્ટ છે. મને કાયદા અમલીકરણ એજન્સીઓ પર વિશ્વાસ છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે.'

— ANI (@ANI) February 26, 2020

— ANI (@ANI) February 26, 2020

સૂત્રો પ્રમાણે એનએસએ અજીત ડોભાલ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેબિનેટને સ્થિતિની માહિતી આપશે. તો એનએસએએ સ્પષ્ટ કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં અરાજકતા ચલાવી લેવામાં આવશે. જરૂર મુજબ પોલીસ અને અર્ધસૈનિક દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસને ફ્રી હેન્ડ આપવામાં આવ્યા છે. 

આ પહેલા પણ મોડી રાત્રે અજીત ડોભાલ સીલમપુર પહોંચ્યા હતા. અજીત ડોભાલે સીલમપુર વિસ્તારમાં હાલની સ્થિતિ વિશે પોલીસ પાસેથી માહિતી મેળવી હતી. પોલીસ અદિકારીઓની સાથે આ મુલાકાતમાં ડોભાલે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. બેઠકમાં તેમની પાસે પોલીસ કમિશનર, સંયુક્ત સીપી, ડીસીપી સહિત ઘણા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતા. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news