મેરી શાદી કરવાઓ...મેરી શાદી કરવાઓ...જૈસે ભી ચલતા હૈ ચક્કર ચલાઓ...યુવકે કલેક્ટરને આપ્યું આવેદન!

મહારાષ્ટ્રમાં કુંવારા યુવકોનો ‘દુલ્હન મોરચો’ કલેક્ટર કચેરી પહોંચ્યો, આવેદન આપી કહ્યું- ‘અમારા લગ્ન કરાવો’

મેરી શાદી કરવાઓ...મેરી શાદી કરવાઓ...જૈસે ભી ચલતા હૈ ચક્કર ચલાઓ...યુવકે કલેક્ટરને આપ્યું આવેદન!

નવી દિલ્હીઃ મેરી શાદી કરવાઓ...મેરી શાદી કરવાઓ...આ ફિલ્મી ગીત જેવા હાલ અત્યારે ઘણે ઠેકાણે પુરુષોના જોવા મળી રહ્યાં છે. તેનો તાજો દાખલો મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં સામે આવ્યો. જ્યાં એક યુવક લગ્નનો સહેરો બાંધીને હાથમાં બેનરો લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. જેમાં આ મુરતિયો પોતાના લગ્ન કરાવવાની માગ કરતો દેખાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં અપરણિત યુવકોએ સ્ત્રી-પુરુષ વિષમતાનો મુદ્દો ઉઠાવીને પોતાના માટે કન્યાની શોધ માટે “દુલ્હન મોરચો” નીકાળવામાં આવ્યો હતો. જેમાં શહેરના કુંવારા યુવકો લગ્નનો પોશાક પહેરીને ઘોડી પર સવાર થઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આવેદન આપીને પોતાના માટે કન્યાની વ્યવસ્થા કરી આપવાની માંગ કરી હતી.

સોલાપુર જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનમાં મહારાષ્ટ્રના સ્ત્રી-પુરુષના રેશિયામાં સુધારા માટે પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક્સ (PCPNDT)એક્ટનો સખ્તીથી અમલ કરવાની માંગ કરવામાં આવી છે. તેમની ફરિયાદ છે કે, ગર્ભ પરિક્ષણ અને કન્યા ભ્રૂણના કારણે આ રેશિયો સતત અસમાન થઈ રહ્યો છે. આ “દુલ્હન મોરચા”નું આયોજન કરનારા જ્યોતિ ક્રાંતિ પરિષદના સંસ્થાપક રમેશ બારાસ્કરે જણાવ્યું કે, લોકો ભલે કુંવારા યુવકોની માર્ચને હસવામાં કાઢી નાંખે. જો કે આ કડવી સચ્ચાઈ છે કે, મહારાષ્ટ્રમાં પુરુષની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટવાના કારણે અનેક વિવાહને લાયક યુવકોને યુવતીઓ નથી મળી રહી.

વધુમાં બોરાસ્કરે દાવો કર્યો છે કે, મહારાષ્ટ્રમાં સ્ત્રી-પુરુષનો સેક્સ રેશિયો ઘટીને 1000 યુવકોએ 889 યુવતીઓનો થઈને રહી ગયો છે. આ અસમાનતા માટે સરકાર જ જવાબદાર છે. કન્યા ભૃણ હત્યાના કારણે આ સ્થિતિ બની છે.

ઉલ્લેખનીય છેકે, ભારત સરકારના જ જેન્ડર ગણતરીના એક ડેટા મુજબ દેશભરમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે. અને દિનપ્રતિદિન એ સંખ્યામાં ઘટાડો થતો જાય છે. તેની સીધી અસર સમાજ ઉપર દેખાય છે. સામાજિક તાણાવાણા પર તેનો ભારે પ્રભાર પડી રહ્યો છે. કેટલાંય એવા વિસ્તારો છે જ્યાં લગ્ન માટે જલદી કન્યાઓ નથી મળતી. કેટલાંય એવા સમાજો છે જ્યાં દિકરાઓ કુંવારા રહી જાય છે.

આજે પણ કેટલાંય એવા કબિલાઓ છે જ્યાં કન્યાના અભાવે પુરુષો અપરિણિત રહીને એકલવાયું જીવન જીવે છે. જ્યારે કેટલાંય એવા પણ સમુદાયો છે જ્યાં આજે પણ એક કન્યા સાથે એક જ ઘરના બબ્બે ભાઈઓ લગ્ન કરે છે. આવી સ્થિતિનું સમાધાન કરવા માટે આપણે દિકરીને વધાવવી જોઈએ. સમાજમાં દિકરાં કરતા દિકરી સમોવડી નહીં પણ હવે તો સવાઈ કહેવાય છે. આ સ્થિતિને સમજીને સમાજનું નિર્માણ થવું આવશ્યક છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news