જે અમારી સાથે અસંમત હોય તેને અમે દુશ્મન કે દેશદ્રોહી ક્યારે નથી માન્યા: અડવાણી

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રીલે પાર્ટીના સ્થાપના દિવસનાં 2 દિવસ પહેલા એક બ્લોગ લખીને ગાંધીનગરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે, જ્યાંથી તેઓ 6 વખતના સાંસદ રહ્યા

જે અમારી સાથે અસંમત હોય તેને અમે દુશ્મન કે દેશદ્રોહી ક્યારે નથી માન્યા: અડવાણી

નવી દિલ્હી : ગાંધીનગરથી આ વખતે પાર્ટીની ટિકિટ નહી મળ્યા બાદ ભાજપનાં દિગ્ગજ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની પહેલી જાહેર ટીપ્પણીમાં પાર્ટીની નીતિઓ અને સિદ્ધાંતો મુદ્દે મહત્વની વાત કરી છે. અડવાણી પોતાનાં બ્લોગમાં લખ્યું કે, અમે ક્યારે પણ રાજનીતિક વિરોધીઓને દુશ્મન કે દેશ વિરોધી નથી માન્યા. 

ભાજપ દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ 6 એપ્રીલનાં રોજ પાર્ટીનાં સ્થાનાં દિવસનાં 2 દિવસ પહેલા એક બ્લોગ લખીને ગાંધીનગરની જનતા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો, જ્યાંથી તેઓ 1991થી ચૂંટણી લડતા આવ્યા છે અને 6 વખત સાંસદ રહી ચુક્યા છે. આ વખતે ગાંધીનગરથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના સંસ્થાપક અડવાણીએ બ્લોગમાં લખ્યું કે, તેમનાં જીવનનો સિદ્ધાંત રહ્યો છે કે સમગ્ર દેશ સૌથી પહેલા ત્યાર બાદ પાર્ટી અને આખરે તે પોતે. તેમણે લખ્યું કે, દરેક સ્થિતીમાં તેમણે આ સિદ્ધાંત પર અટલ રહેવાનાં પ્રયાસો કર્યા છે જે આગળ પણ ચાલી રહી છે. ખાસ વાત છે કે ગાંધીનગરથી ભાજપની ટિકિટ નહી મળવાનાં કારણે અડવાણીની આ પહેલી જાહેર પ્રતિક્રિયા છે. 

અડવાણીએ બ્લોગમાં પોતાનાં અત્યાર સુધીનાં રાજનીતિક સફરને યાદ કરી છે કઇ રીતે તેઓ 14 વર્ષની ઉંમરમાં આરએસએસ સાથે જોડાયેલા અને કઇ રીતે પહેલા જનસંઘ અને ત્યારબાદ ભાજપના સંસ્થાપક સભ્યોમાં રહ્યા અને પાર્ટીની સાથે જ આશરે 7 દશકો સુધી જોડાયેલા રહ્યા. બ્લોગમાં અડવાણીએ પાર્ટીનાં સિદ્ધાંતો અને નીતિઓ પર જોર આપતા તમામ રાજનૈતિક દળોને આત્મ નિરીક્ષણની અપીલ પણ કરી.

અડવાણીએ લખ્યું કે, ભારતીય લોકશાહીનો સાર તેમની વિવિધતા અને અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે લખ્યું કે, પોતાનાં જન્મ બાદથી જ ભાજપે પોતે રાજનીતિક રીતે અસંમતી ધરાવતા ક્યારે દુશ્મ નહોતા માન્યા, પરંતુ તેમને અમારાથી અલગ વિચારવાળી વ્યક્તિ તરીકે સ્વિકાર્યા છે. આ પ્રકારે ભારતીય રાષ્ટ્રવાદની અમારી અવધારણામાં અમે રાજનીતિક રીતે અસંમત થનારાઓને ક્યારે પણ દેશ વિરોધી નથી માન્યા. 

અડવાણીએ લખ્યું કે, પાર્ટીની અંદર અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય બંન્નેમાં જ લોકશાહી અને લોકશાહીની પરંપરાઓનાં સંરક્ષણ ભાજપનાં ગર્વીલી ઓળખ રહી છે. ભાજપ હંમેશાથી મીડિયા સહિત લોકશાહીની સંસ્થાઓની સ્વતંત્રતા, નિષ્ઠા, નિષ્પક્ષતા અને મજબુતીના સંરક્ષણની માંગમા અગ્રણી રહી છે. તેમણે લખ્યું કે, ચૂંટણી સુધારો અને ભ્રષ્ટાચાર મુક્ત રાજનીતિ તેમની પાર્ટીની એક અન્ય પ્રાથમિકતા છે. 

બ્લોગમાં આખરે અડવાણીએ લખ્યું કે સત્ય, રાષ્ટ્ર નિષ્ઠા અને લોકશાહીની તિકટીએ ભાજપનાં વિકાસનાં પથદર્શક રહી છે. તેમણે કહ્યું કે, આ મુલ્યોની સમગ્રતાથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સુરાજ (ગુડ ગવર્નન્સ)નો જન્મ હોય છે, જે તેમને પાર્ટીનો હંમેશાથી ધ્યેય રહ્યો છે. અંતમાં તેમણે લોકશાહીનાં સૌથી મોટા ઉત્સવ ચૂંટણી દરમિયાન તમામ રાજનીતિક દળો, મીડિયા અને લોકશાહીની સંસ્થાઓને ઇમાનદારીથી આત્મ નિરીક્ષણની પણ અપીલ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news