Corona: કોરોનાને ફેલાતો અટકાવવા માટે નવો નિયમ લાગુ, બજાર જવા માટે કલાક પ્રમાણે આપવા પડશે રૂપિયા

દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પંરતુ સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં છે. ફેબ્રુઆરી અને માર્ચમાં કોવિડ 19ના દૈનિક કેસ અને મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. જે હવે ડરાવી રહ્યા છે.

Corona: કોરોનાને ફેલાતો અટકાવવા માટે નવો નિયમ લાગુ, બજાર જવા માટે કલાક પ્રમાણે આપવા પડશે રૂપિયા

નાસિક: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કેસ ઝડપથી વધી રહ્યા છે. પંરતુ સૌથી ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્ર (Maharashtra) માં છે. ફેબ્રુઆરી અને માર્ચમાં કોવિડ 19ના દૈનિક કેસ અને મોતના આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. જે હવે ડરાવી રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા માટે મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં નાઈટ કરફ્યૂ  કે લોકડાઉન લાગ્યુ છે અને હવે લોકોને ભીડભાડથી પણ બચવાની સલાહ આપવામાં આવી રહી છે. જો કે લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નથી. 

નાસિકમાં લાગુ થયો અનોખો નિયમ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ નાસિક (Nashik) માં લોકો સિમિત સંખ્યામાં બજારમાં જાય અને બજારોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં સરળતા રહે, તે માટે નવો નિયમ લાગુ કરાય છે. દરેક વ્યક્તિએ બજાર જવા બદલ પ્રતિ વ્યક્તિ પાંચ રૂપિયા ચૂકવવા પડશે. ત્યારબાદ દરેક વ્યક્તિને એક ટિકિટ આપવામાં આવશે. જે એક કલાક માટે માન્ય રહેશે. 

1 કલાકથી વધુ સમય રોકાવવા બદલ આપવા પડશે 500 રૂપિયા
રિપોર્ટ મુજબ પાંચ રૂપિયાની ટિકિટ લીધા બાદ વ્યક્તિ ફક્ત એક કલાક માટે જ બજારમાં રહી શકે છે. જો કોઈ પણ વ્યક્તિ એક કલાકથી વધુ સમય માટે બજારમાં રહે તો તેણે 500  રૂપિયા દંડ ભરવો પડશે. આ દંડ નાસિક નગર નિગમ ભેગો કરશે અને પોલીસ નિયમનું કડકાઈથી પાલન કરાવવાનું કામ કરશે. 

દુકાનદારો અને માર્કેટમાં રહેતા લોકોને આ રીતે મળશે એન્ટ્રી
આ નિયમ નાસિકના મેઈન ગેટ, માર્કેટ કમિટી, પવન નગર માર્કેટ, અશોક નગર માર્કેટ અને કલાનગર માર્કેટમાં લાગુ રહેશે. તમામ બજારોમાં એન્ટ્રી માટે ફક્ત એક જ રસ્તો રહેશે અને તે સમયે લોકોએ 5 રૂપિયાની ટિકિટ લેવી પડશે. આ ઉપરાંત દુકાનદારો અને રેકડીવાળાને પાસ આપવામાં આવશે. જ્યારે માર્કેટ વિસ્તારમાં રહેતા લોકોને ઓળખ પત્ર આપ્યા બાદ જ એન્ટ્રી મળશે. 

મહારાષ્ટ્રમાં સ્થિતિ ગંભીર
મહારાષ્ટ્ર (Maharashtra) ના કોરોનાના આંકડા ચોંકાવનારા છે. સોમવારે અહીં કોરોના વાયરસના સંક્રમણના 31,643 કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 102 લોકોના સંક્રમણને કારણે મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ કેસ વધીને 27,45,518 થઈ ગયા છે. અત્યાર સુધી 23,53,307 લોકો સાજા થયા છે. જ્યારે હજુ પણ રાજ્યમાં 336584 એક્ટિવ કેસ છે. 

મુંબઈ, પુણે, નાગપુર સહિત ઘણા શહેરોમાં કોરોના બેકાબુ થઈ ચુક્યો છે. તેના કારણે ત્યાં અનેક પ્રતિબંધો લાગૂ છે. ઔરંગાબાદ અને નાગપુરમાં પૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. નાગપુરમાં 31 માર્ચ સુધી લૉકડાઉન લાગૂ રહેશે, જ્યારે ઔરંગાબાદમાં 30 માર્ચથી 8 એપ્રિલ સુધી લૉકડાઉન લાગૂ રહેશે. લૉકડાઉન દરમિયાન માત્ર જરૂરી વસ્તુઓની મંજૂરી છે. તો રાજ્યમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news