Farmers Protest: કિસાન નેતા નરેશ ટિકૈતે કરી ધરણા સમાપ્ત કરવાની જાહેરાત
મોટા ટિકૈત સાહેબના નામથી જાણીતા નરેશ ટિકૈતે આંદોલન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પહેલા રાકેશ ટિકૈતે તેનાથી અલગ ધરણા ચાલુ રાખવા અને સરેન્ડર ન કરવાની જાહેરાત કરી હતી.
Trending Photos
ગાઝિયાબાદઃ દિલ્હીમાં ગણતંત્ર દિવસ (republic day) પર ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલ કિલ્લા (Red fort) અને વિવિધ ભાગમાં થયેલી હિંસા બાદ કિસાનોના આંદોલનને લઈને વિરોધના સ્વર તેજ થઈ ગયા છે. નવા કૃષિ કાયદા (New Farm laws) વિરોધમાં આશરે બે મહિનાથી યૂપી ગેટ અને ગાઝીપુર બોર્ડર પર આંદોલનકારી કિસાનોને હટાવવા માટે પોલીસે કમર કસી લીધી છે. તે માટે ધરણાસ્થળો પર વિજળી-પાણી બંધ કરી પોલીસ અને અર્ધસૈનિક દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. તો મોટા ટિકૈત સાહેબના નામથી જાણીતા નરેશ ટિકૈતે આંદોલન સમાપ્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ પહેલા રાકેશ ટિકૈતે તેનાથી અલગ ધરણા ચાલુ રાખવા અને સરેન્ડર ન કરવાની જાહેરાત કરી હતી.
શું બોલ્યા નરેશ ટિકૈત
નરેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર ધરણા સમાપ્ત કરવાનો આદેશ આપ્યો છે, તેમણે કહ્યુ કે, જ્યારે બધી સુવિધાઓ ખતમ કરી દેવામાં આવી છે. લાઇટ-પાણી બંધ છે. પોલીસ કિસાનો પર લાઠીચાર્જ કરે, તેનાથી સારૂ છે કે ધરણા સમાપ્ત કરવામાં આવે. કિસાન નેતાએ પોતાની સાથે રહેલા લોકોને સમજાવે અને ત્યાંથી હટી જાય.
The dharna at the Ghazipur (border) will end today: Bharatiya Kisan Union leader Naresh Tikait in Muzaffarnagar pic.twitter.com/eMHvRRx2e2
— ANI UP (@ANINewsUP) January 28, 2021
અમે સરેન્ડર નહીં કરીએ
રાકેશ ટિકૈત (Rakesh Tikait) એ કહ્યુ કે, અહીં ગોળી ચાલશે, અમે સરેન્ડર નહીં કરીએ, ભાજપના ધારાસભ્ય 100 લોકોને લઈને આવ્યા છે, અહીં માહોલ બગાડવા, અહીં કંઈ થશે તો જવાબદારી તંત્રની રહેશે. મારી ધરપકડ બાદ શું થશે તેનો મને ખ્યાલ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, મોટુ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, આ ભાજપનું ષડયંત્ર છે. પોલીસ પ્રશાસને લોકોને રસ્તો ખાલી કરવાનું કહ્યું છે. તેમણે પોલીસ અને તંત્ર પર ગુંડાગીરી કરવાનો આરોપ લગાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે