Delhi Election: રાહુલ ગાંધીએ કહ્યું- મોદી-કેજરીવાલ જૂઠ્ઠા, શાહના ભાષણમાં માત્ર કચરો હોય છે

રાહુલ ગાંધીએ મોદી-કેજરીવાલ પર હુમલો કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું કે, અમિત શાહનું ભાષણ સાંભળવું જ ન જોઈએ.
 

Delhi Election: રાહુલ ગાંધીએ કહ્યું- મોદી-કેજરીવાલ જૂઠ્ઠા, શાહના ભાષણમાં માત્ર કચરો હોય છે

નવી દિલ્હીઃ દિલ્હીના ચૂંટણી જંગમાં શાબ્દિક પ્રહારો જારી છે. 8 ફેબ્રુઆરીએ થનારા મતદાન પહેલા રાજકીય પાર્ટીઓ એક-બીજા પર હુમલો કરી રહી છે. આ કડીમાં બુધવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. 

કોન્ડલી વિધાનસભામાં એક જનસભાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, મારા 15 વર્ષના રાજકીય કરિયરમાં કોઈપણ એક ભાષણમાં જૂઠું સાંભળવા મળ્યું છે તે તમે મને જણાવજો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલના ભાષણમાં માત્ર તમને ખોટું મળશે. 

રાહુલ ગાંધીએ મોદી-કેજરીવાલ પર હુમલો કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું કે, અમિત શાહનું ભાષણ સાંભળવું જ ન જોઈએ. તેમના ભાષણમાં માત્ર કચરો હોય છે. ભાજપનું કામ માત્ર લોકોને વિભાજીત કરવાનું હોય છે. કોંગ્રેસ પાર્ટી શબ્દોથી નહીં દિલથી સંબંધ રાખે છે. 

— ANI (@ANI) February 5, 2020

મોદી સરકારને ગરીબોની ચિંતા નથી
રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીએ થોડા દિવસ પહેલા હિન્દુસ્તાનના સૌથી ધનવાન લોકોનો એક લાખ 30 હજાર કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો છે, પરંતુ તેમને ગરીબો અને ખેડૂતોની ચિંતા નથી. મોદી જીને માત્ર મહેલોમાં રહેતા લોકોની ચિંતા છે. આ પહેલા મોદીજીએ ધનવાનોનું 3 લાખ 50 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું હતું. 

રાહુલ ગાંધીએ કોંગ્રેસ સરકાર દરમિયાન ખેડૂતોના 72 હજાર કરોડ રૂપિયા માફ કરવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કેજરીવાલે પાર્ટી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા, પરંતુ સાબિત ન કરી શક્યા. માત્ર જૂઠ અને નફરતથી દેશ આગળ વધશે નહીં. હિન્દુસ્તાન પ્રેમ અને ભાઈચારાથી આગળ વધતો દેશ છે. 

Breaking news: ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ 

રાહુલે કહ્યું- અમે દેશમાં રોકાણ લાવશું
રાહુલ ગાંધીએ રોજગારના મુદ્દા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બીજા દેશની કંપનીઓ ભારતમાં રોકાણ કરવાથી પાછળ હટી રહી છે, તે માટે મોદી સરકાર જવાબદાર છે. કોઈપણ બહારની કંપની નફરત અને હિંસાની વચ્ચે રોકાણ કરશે નહીં. રાહુલે કહ્યું કે, તમે લોકો કોંગ્રેસને તક આપો, અમે રોકાણ લાવીશું અને રોજગારની દિશામાં કામ કરીશું. 

નફરત-હિંસાથી માત્ર મોદીને થાય છે ફાયદો
રાહુલ ગાંધીએ કહ્યું કે, આ જો દેશમાં નફરત વધી છે, હિંસા ફેલાઇ છે, તેનો ફાયદો માત્ર નરેન્દ્ર મોદીને થાય છે અને નુકસાન જનતાને. રાહુલ ગાંધીએ કહ્યું કે હું ભારતને મેન્યૂફેક્ચરિંગ કેપિટલ બનાવવા માટે જોર લગાવીશ. આ દેશ પ્રેમ અને ભાઈચારાથી આગળ વધી શકે છે, તે લોકોએ સમજવું પડશે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news