Free Ration to Poor: PM મોદીની ગરીબોને મોટી ભેટ, 81 કરોડ લોકોને વધુ એક વર્ષ મળશે ફ્રી રાશન

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81.3 કરોડ લોકોને ફ્રી અનાજ વિતરણના સમયને વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રી પીષુષ ગોયલે કહ્યુ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબોને ફ્રી રાશન આપવા પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 
Free Ration to Poor: PM મોદીની ગરીબોને મોટી ભેટ, 81 કરોડ લોકોને વધુ એક વર્ષ મળશે ફ્રી રાશન

નવી દિલ્હીઃ Free ration to poor people for one year: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81.3 કરોડ લોકોને ફ્રી અનાજ વિતરણના સમયને વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રી પીષુષ ગોયલે કહ્યુ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબોને ફ્રી રાશન આપવા પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

સરકારે શુક્રવારે મોટો નિર્ણય લેતા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો (એનએફએસએ) હેઠળ 81.35 કરોડ ગરીબોને એક વર્ષ માટે ફ્રી રાશન આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તે નક્કી કરવામાં આવ્યું કે 81.3 કરોડ લોકોને ફ્રી અનાજ આપવા પર 2 લાખ કરોડ રૂપિયાના આર્થિક બોઝને કેન્દ્ર સરકાર વહન કરશે. 

ખાદ્ય મંત્રી પીષુય ગોયલે મંત્રીમંડળની બેઠર બાદ કહ્યું કે NFSA હેઠળ ગરીબોને ફ્રી અનાજ આપવામાં આવશે. પરંતુ સરકારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમજીકેએવાઈ) ની સમય મર્યાદા વધારવાનો ઇનકાર કરી દીધો છે, જેની અવધિ 31 ડિસેમ્બરે સમાપ્ત થવાની છે. 

આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધી 81.35 કરોડ લોકોને ફ્રી રાશન આપતી રહી છે. આ યોજના હેઠળ મળનાર અનાજ NFSA હેઠળ મળનાર સબ્સિડાઇઝ્ડ અનાજથી અલગ હોય છે. કુલ મળીને વાત એ છે કે NFSA હેઠળ પહેલા જે અનાજ ગરીહોને 2થી 3 રૂપિયા કિલો રાશનની દુકાનથી ખરીદતા હતા તેને હવે એક વર્ષ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. 

NFSA હેઠળ ગરીબોને ચોખા ત્રણ રૂપિયા કિલો અને ઘઉં બે રૂપિયા કિલો મળે છે. સરકારી અધિકારીઓએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ગરીહો માટે ન્યૂ ઈયર ગિફ્ટ ગણાવી છે. આ યોજના હેઠળ હવે લાભાર્થીઓને કોઈ પ્રકારની કિંમત ચુકવવી પડશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news