વડાપ્રધાન મોદીનો ડંકો, ટ્રમ્પ- પુતિનને પછાડી બન્યા વિશ્વના બાહુબલી નેતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ચૂંટાયા છે, જિનપિંગ, ટ્રમ્પ અને પુતિન જેવા દિગ્ગજ નેતાઓને પછાડી તેમણે આ તાજ પ્રાપ્ત કર્યો છે
Trending Photos
નવી દિલ્હી : દેશનાં વડાપ્રધાન મોદી વિશ્વમાં ફરીએકવાર ડંકો વગાડી રહ્યા છે. બ્રિટિશ હેરાલ્ડનાં એક પોલીમાં રિડર્સે વડાપ્રધાન મોદીને વર્ષ 2019માં વિશ્વનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ચુંટાયા છે. બ્રિટિશ હેરાલ્ડનાં આ પોલમાં 25 સૌથી વધારે શક્તિશાળી વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જમાં વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ જેવા શક્તિશાળી નેતાઓ પણ હતા. જો કે જજ કરનારી પેનલે સૌથી શક્તિશાળી વ્યક્તિઓનાં ફાઇનલ 4 નામ સામે મુક્યા અને તેમના વચ્ચે મતદાન થયું.
વોટિંગ માટે અપાયા હતા ઓટીપી
મળતી માહિતી અનુસાર વિશ્વનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે માત્ર મતદાનની સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો પરંતુ બ્રિટિશ હેરાલ્ડનાં રિડર્સ મત માટે વન ટાઇમ પાસવર્ડ આપવામાં આવ્યો. જેનો ઇરાદો હતો કે કોઇ પણ વ્યક્તિ એકથી વધારે વખત કોઇ પણ નેતા માટે મતદાન કરી શકે નહી. સૌથી ચોંકાવનારી બાબત રહી કે વોટિંગ દરમિયાન સાઇટ ક્રેશ થઇ ગઇ. વેબસાઇટ ક્રેશ થવાનું કારણે મતદાન કરવા માટે લોકોનો મોટા પ્રમાણમાં ધસારો હતો.
કયા નેતાએ કેટલા મત
શનિવારે મતદાન પુર્ણ થયા બાદ વડાપ્રધાન મોદીએ પોલમાં સૌથી વધારે 30.9 ટકા મત મળ્યા. તેઓ પોતાનાં પ્રતિદ્વંદી વ્લાદિમિર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્, અને શી જિનપિંગથી ખુબ જ આગળ રહ્યા. બ્રિટિશ હેરાલ્ડનાં પોલમાં મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રહ્યાત તેમને 29.9 ટકા મત મળ્યા.
ચોથા નંબર પર રહ્યા શી જિનપિંગ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 21.9 ટકા લોકોનાં મત સાથે ત્રીજા નંબર પર રહ્યા. સૌથી અંતે ચિનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગનો નંબર આવ્યો, જેમાં 18.1 ટકા મત મળ્યા. પોલ જીત્યા બાદ વડાપ્રધાન મોદીની તસ્વીર બ્રિટિશ હેરાલ્ડ મેગ્જીનનાં જુલાઇના અંકમાં કવર પેજ પર પણ પ્રકાશિત કરવામાં આવશે. આ એડિશન 15 જુલાઇના રોજ ઇશ્યું થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેની પહેલા પણ વડાપ્રધાન મોદી દેશ-વિદેશમાં અનેક ખ્યાતી પ્રાપ્ત કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે