રાહુલનું નામ લીધા વગર બોલ્યા મોદી, મો ખોલતાની સાથે જ AK-47ની જેમ બોલે છે અસત્ય
વડાપ્રધાન મોદી ભાજપ કાર્યકર્તાઓની સાથે વાતચીતમાં કહ્યું કે, વિપક્ષ ખોટુ બોલવાનું મશીન છે માટે કાર્યકર્તાઓને પક્ષ અંગે તમામ માહિતી હોવી જોઇએ
Trending Photos
નવી દિલ્હી : મારુ બુથ સૌથી મજબુત કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમો એપના માધ્યમથી ભાજપ કાર્યકર્તાઓ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે પાર્ટી કાર્યકર્તાઓને વિપક્ષનાં આરોપોનો સામનો કરવો પડ્યો અને તેમના અસત્યના પર્દાફાશ કરવાની પદ્ધતી જણાવી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વિપક્ષ ખોટા આરોપો લગાવી રહી છે. જનતાને ગુમરાહ કરવાનાં પ્રયાસો થઇ રહ્યા છે. કેટલાક નેતાઓ તો ખોટુ બોલવાનું મશીનની જેવા છે. જ્યારે પણ મોઢુ ખોલે છે ધડ - ધડ એકે-47ની જેમ ખોટુ જ બોલે છે. એવામાં એક કાર્યકર્તા હોવાના કારણે તમારે વિષયોની માહિતી જોવી જોઇએ. જેથી વિપક્ષના અસત્યને પણ વિપક્ષની સામે બેનકાબ કરી શકાય.
ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ભારતના રેન્કિંગ અંગે તેમણે કહ્યું કે, આપણા તમામ માટે ગર્વની બાબત છે કે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં આપણા દેશની રેંકિંગ એક વર્ષમાં 100થી ઉપર જઇને 77મા નંબર પર આવી ગઇ છે. આ ટીમ ઇન્ડિયાના કારણે જ શક્ય બન્યું છે. એક રાષ્ટ્ર સ્વરૂપે આ મજબુત થઇ રહેલી અર્થવ્યવસ્થા અને ઝડપી પ્રગતીનું સંચાલન છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 18 વર્ષનું યુવા રાજ્ય હોવા છતા છત્તીસગઢના દામનમાં ઉપલબ્ધિઓની અગણીત વાર્તા છે અને આ જ મજબુત પાયાના બળ પર વિકાસની નવી ઉંચાઇઓને સ્પર્શવા સમર્થ છે. વર્ષ 2016માં છત્તીસગઢને દેશનું પહેલુ પાવર કટ્સ ફ્રી રાજ્ય હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું. આ રાજ્યએ ભારતના પાવર હબના સ્વરૂપમાં ઓળખ મળી ચુકી છે.
તેમણે કહ્યું કે, 2014થી પહેલા અમારા દેશમાં માત્ર 5 જળમાર્ગ હતા અને તેમાંથી પણ એક જ થોડુ ઘણુ ઓપરેશન હતું. 4 વર્ષની અંદર જ અમારી સરકારે દેશમાં 100થી વધારે નેશનલ વોટરવેઝની ઓળખ કરીને તેને વિકસિત કરવાનું કામ ચાલુ કરી દીધું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે