Delhi Fire: PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે.
આ પહેલાં વડાપ્રધાનમંત્રીએ આ અકસ્માતને ભયાનક ગણાવ્યો. વદાપ્રધાન નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી કહ્યું કે 'આ ઘટનામાં જેમણે પોતાના પરિજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઇજાગ્રસ્તો જલદી ઠીક થઇ જાય એવી પ્રાર્થના કરું છું. અધિકારી ઘટનાસ્થળ પર દરેક સંભવત મદદ પુરી પાડવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું ''દિલ્હીના અનાજ મંડીમાં આગ લગવાની ભયંકર ઘટના વિશે સાંભળીને એકદમ દુખી છું. મારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિતોના પરિવાર સાથે છે. ઇજાગ્રસ્તો જલદી ઠીક થાય તે માટે પ્રાર્થના કરું છું.
તમને જણાવી દઇએ કે જૂની દિલ્હીના ઝાંસી રોડ સ્થિત અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે, અહીં કાગળની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે. જેના લીધે આગ ફેલાઇ હતી અને તે ત્રણ ઘરના બે માળને પોતાની ચપેટમાં લઇ લીધા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે