રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31 વર્ષ બાદ જેલમાંથી છુટી, બહાર આવીને કહ્યું કે.....

Nalini Sriharan Released From Jail: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરનને જેલમાંથી છોડી દેવામાં આવી છે. તેને શનિવારે સાંજે 31 વર્ષ બાદ વેલ્લોર જેલમાંથી છોડવામાં આવી છે. 
 

રાજીવ ગાંધી હત્યાકાંડની દોષી નલિની શ્રીહરન 31 વર્ષ બાદ જેલમાંથી છુટી, બહાર આવીને કહ્યું કે.....

ચેન્નઈઃ Rajiv Gandhi Assassination Case: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી (Rajiv Gandhi) ની હત્યાની દોષી નલિની શ્રીહરન (Nalini Sriharan) ને શનિવાર, 12 નવેમ્બર 202ના જેલમાંથી છોડી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવાર 11 નવેમ્બરે હત્યાકાંડના તમામ છ દોષીતોને છોડવાનો આદેશ આપ્યો હતો. નલિની શ્રીહરનને જેલમાંથી છોડતા પહેલા તમિલનાડુના વેલ્લોર પોલીસે રૂટીન પ્રક્રિયા પૂર્ણ કરી હતી. 

જેલમાંથી છુટતા પહેલાં નલિની આજે સવારે વેલ્લોરના પોલીસ સ્ટેશનમાં ગઈ હતી. જ્યારે પેરોલ શરતો હેઠળ તેણે પોતાની હાજરી પૂરાવી હતી. દિવસમાં તેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે પોલીસ તેને વેનમાં લઈ જઈ રહી હતી. સમય પહેલા છોડવાની માંગને લઈને દેશની સર્વોચ્ચ કોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. કોંગ્રેસે આ મુક્તિને દુર્ભાગ્યપૂર્ણ જણાવી હતી. નલિનીએ ખુદ વિશે કહ્યું કે તે આતંકવાદી નથી. 

— ANI (@ANI) November 12, 2022

બંધારણની શક્તિઓનો કર્યો ઉપયોગ
આ પહેલા સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુ સરકારે જણાવ્યું કે તે રાજીવ ગાંધી હત્યા મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા નલિની શ્રીહરન અને આરોપી રવિચંદ્રનની સમય પહેલા મુક્તિના પક્ષમાં છે. મદ્રાસ હાઈકોર્ટથી અરજી રદ્દ થતાં તેણે સુપ્રીમનો દરવાજો ખખડાવ્યો હતો. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેંચે એક અન્ય દોશી એજી પેરિવલનના મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો હતો. 18 મેએ, બંધારણના આર્ટિકલ 142 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરતા પેરિવલનને છોડવાના આદેશ આપવામાં આવ્યો હતો.

નલિની સિવાય તેના પતિ વી. શ્રીગરન ઉર્ફે મુરૂગન, આરપી રવિચંદ્રન, સંતન, રોબર્ટ પાયસ અને જયકુમારને છોડવાના છે. શ્રીહરન, સંતન, રોબર્ટ અને જયકુમાર શ્રીલંકાના નાગરિક છે, જ્યારે નલિની અને રવિચંદ્રન તમિલનાડુના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news