સાધુ-સંતોએ દિગ્ગજ નેતાને લગાવી ફટકાર, કહ્યું-'મંદિરોના સોના પર કોંગ્રેસની કેમ નજર છે?
Trending Photos
નવી દિલ્હી: ધાર્મિક ટ્રસ્ટોના સોનાના ભંડારને નિયંત્રણમાં લેવાના કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણના સૂચન પર વિવાદ વધી રહ્યો છે. 13મી મેના રોજ તેમણે આપેલા સૂચન બાદ ગઈ કાલે સ્પષ્ટતા કરતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે તેમના સૂચનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યું છે. તેમનું કહેવું હતું કે ગોલ્ડ ડિપોઝિટ સ્કિમ તો વાજપેયી સરકારે શરૂ કરી હતી અને 2015માં મોદી સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમ લાવી હતી. જો કે પૃથ્વીરાજ ચૌહાણના આ સૂચન પર સાધુ સંતો ભડકી ગયા છે. અને તેમણએ કહ્યું કે કોંગ્રેસની નજર મંદિરોના સોના પર કેમ છે.
In 2015 Modi Govt renamed it to Gold Monetization Scheme. Many temples have pledged their gold according to answer given in Lok Sabha by Fin Min. I shall initiate appropriate action for intentional attempt to communalize my statement. (2/2)
— Prithviraj Chavan (@prithvrj) May 14, 2020
પૃથ્વીરાજ ચૌરાણે કહ્યું કે ગોલ્ડ ડિપોઝિટ સ્કિમ તો વાજપેયી સરકારે શરૂ કરી હતી અને 2015માં મોદી સરકાર ગોલ્ડ મોનેટાઈઝેશન સ્કિમ લાવી હતી. ત્યારબાદ અનેક મંદિરોએ પોતાનું સોનું ગીરવે રાખ્યું છે. પૃથ્વીરાજ ચૌહાણ એમ પણ કહે છે કે તેઓ પોતાના નિવેદનને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ કરનારાઓ પર કાર્યવાહી કરશે. આ બાજુ વિશ્વ હિન્દુ પરિષદે પૃથ્વીરાજ ચૌહાણના નિવેદન પર એમ કહીને સવાલ ઉઠાવ્યાં છે કે જ્યારે વક્ફ બોર્ડ અને ચર્ચ પાસે પણ અપાર સંપત્તિ છે તો પછી કોંગ્રેસની નજર મંદિરો પર જ કેમ છે.
કેટલાક નારાજ સંતો એમ પણ કહે છે કે પહેલા તો કોંગ્રેસના નેતાઓની સંપત્તિ જપ્ત થવી જોઈએ. ભાજપે પૂછ્યું કે શું પૃથ્વીરાજ ચૌહાણનું નિવેદન કોંગ્રેસના અધિકૃત વિચાર છે?
સાધુસંતો, વીએચપી, ભાજપે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણના સૂચન પર આપત્તિ જતાવી તો પૃથ્વીરાજ ચૌહાણે સ્પષ્ટતા કરવી પડી અને કહ્યું કે તેમની વાતને ખોટી રીતે રજુ કરાઈ છે. ભાજપ કહે છે કે કોંગ્રેસના નેતા પોતાની સંપત્તિ અંગે કેમ કશુ બોલતા નથી.
#Stimulus.@PMOindia Govt. must immediately appropriate all the gold lying with all the Religious Trusts in the country, worth at least $1 trillion, according to the #WorldGoldCouncil. The gold can be borrowed through gold bonds at a low interest rate. This is an emergency.PC
— Prithviraj Chavan (@prithvrj) May 13, 2020
કેમ ભડક્યો મામલો?
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે દેશના ધાર્મિક ટ્રસ્ટો, મંદિરોમાં જે સોનું પડ્યું છે તે સોનાને સરકારે વ્યાજ પર લઈ લેવું જોઈએ. એક કે બે ટકા વ્યાજના દર પર મંદિરો અને ટ્રસ્ટો પાસેથી આ સોનું લઈ લેવું જોઈએ. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યાં મુજબ દેશના અલગ અલગ ધાર્મિક ટ્રસ્ટો પાસે 75 લાખ કરોડ રૂપિયાથી પણ વધુનું સોનું છે. આ સોનું રાષ્ટ્રની સંપત્તિ છે.
કોરોનાના સંકટ સામે લડવા માટે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણના આ સૂચન બાદ સંત સમાજ ભડકી ગયો છે. સુમેરુ પીઠના શંકરાચાર્ય નરેન્દ્રાનંદ સરસ્વતીએ કહ્યું કે સૌથી પહેલા કોંગ્રેસના નેતાઓની સંપત્તિનું રાષ્ટ્રીયકરણ થવું જોઈએ. મંદિરોની સંપત્તિ દેશની નહીં મંદિરોની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે