જોશી કમિટીએ PMOને નોટિસ મોકલી, રાજનની નોટિસ બાદ કઇ કાર્યવાહી થઇ?

મોદી સરકાર માટે મુરલી મનોહર જોશીની સમિતિએ માત્ર પીએમઓને જ નોટિસ નથી મોકલી પરંતુ કોલસા અને ઉર્જા મંત્રાલયને પણ નોટિસ મોકલતા સ્પષ્ટતા માંગી છે કે શું તેમના ક્ષેત્રમાં બેંકોના એનપીએમાં સતત વધારો થઇ રહયો છે

જોશી કમિટીએ PMOને નોટિસ મોકલી, રાજનની નોટિસ બાદ કઇ કાર્યવાહી થઇ?

નવી દિલ્હી : એવા સમયે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ચોકીદાર ચોર છે જેવો આરોપ લાગી રહ્યો છે, એક વરિષ્ઠ ભાજપ નેતા મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી એક સંસદીય સમિતીએ મોદી સરકાર માટે મોટી મશ્કેલી પેદા કરી દીધી છે. સંસદની પ્રાક્કલન સમિતીએ વડાપ્રધાન કાર્યાલયને પુછ્યું છે કે તેઓ સમિતીને સંપુર્ણ માહિતી ઉપલબ્ધ કરાવે. જેમાં બેંકોની એનપીએની સમસ્યા સામે લડવા માટે કેન્દ્ર સરકારના એવા મોટા ઔદ્યોગિક ઘરાનોની વિરુદ્દ શું કાર્યવાહી કરી છે જેના કારણે બેંકોએ એનપીએમાં વધારો થયો છે. 

ઉલ્લેખનીય છે કે, એનપીએ માટે જવાબદાર ઉદ્યોગપતિ ગૃહોની આ યાદી પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને પોતાનાં કાર્યકાળ દરમિયાન વડાપ્રધાન કાર્યાયલને સોંદી દીધી હતી. 

મોદી સરકાર માટે મુરલી મનોહર જોશીની સમિતીએ માત્ર આ પડકાર નથી ફેંક્યો. સમિતીએ કેન્દ્ર સરકારની કોલકા અને ઉર્જામંત્રાલયને પણ નોટિસ મોકલતા સ્પષ્ટતા માંગી છે કે શું તેમના ક્ષેત્રમાં બેંકોના એનપીએમાં સતત વધારો થઇ રહ્યો છે. 

રઘુરામ રાજને સંસદીય સમિતિને હાલમાં જ આપેલા પોતાના વક્તવ્યમાં કોલસા અને ઉર્જા ક્ષેત્રને બેંકિંગ ક્ષેત્રમાં એનપીએ માટે સૌથી મોટા જવાબદાર ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોલસા મંત્રાલયની કમાન દિગ્ગજ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના હાથમાં છે. આ જ પરિસ્થિતી છે હું કેન્દ્રીય મંત્રી આરકે સિંહને ઉર્જા મંત્રાલયને જીવથી પહેલા આ મંત્રાલયની કમાન પણ પીયૂષ ગોયલની પાસે હતી. 

ઉલ્લેખનીય છે કે, મોદી સરકાર બન્યા બાદ મુરલી મનોહર જોશીને ભાજપની મુખ્યધારાની પાર્ટી અને રાજનીતિમાંથી દુર કરી દેવાયા છે. મોદી સરકારે 2014માં સત્તા સંભાળ્યા બાદ જોશી સહિત લાલ કૃષ્ણ અડવાણીને માર્ગદર્શક મંડળમાં મોકલતા પાર્ટીમાં તેમની ગતિવિધિઓને સીમિત કરી દીધા હતા. 

હવે સુત્રો અનુસાર ભાળ મળી રહી છે કે મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી આ લોકસભા સમિતીએ વડાપ્રધાન કાર્યાલયને હાજરી માટે નોટિસ મોકલતા રઘુરામ રાજનની યાદી પર કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ માંગવામાં આવ્યો છે. હાલમાં જ પ્રકલ્લન સમિતીએ એનપીએની સમસ્યાને પહોંચી વળવા માટે રઘુરામ રાજનની મદદ માંગી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news