મુંબઈમાં ભારે વરસાદ, લોકલમાં ફસાયેલા 290 લોકોને રેસ્ક્યુ કરાયા, PM મોદીએ CM સાથે કરી વાત

મુંબઈ (Mumbai) ના વરસાદે (Rain) ફરી એકવાર મુંબઈગરાઓની મુસીબતો વધારી દીધી છે. છેલ્લા બે દિવસથી માયાનગરીમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચેમ્બુર, પરેલ, ભાયખલ્લા, દાદર, હિન્દમાતા, કિંગ્સ સર્કલ, અંધેરી, સાંતાક્રૂઝ, બોરીવલી, નાલાસોપારા, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ વાહન વ્યવહાર અને રેલવે સેવા પણ ખુબ પ્રભાવિત થઈ છે. 
મુંબઈમાં ભારે વરસાદ, લોકલમાં ફસાયેલા 290 લોકોને રેસ્ક્યુ કરાયા, PM મોદીએ CM સાથે કરી વાત

મુંબઈ: મુંબઈ (Mumbai) ના વરસાદે (Rain) ફરી એકવાર મુંબઈગરાઓની મુસીબતો વધારી દીધી છે. છેલ્લા બે દિવસથી માયાનગરીમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ચેમ્બુર, પરેલ, ભાયખલ્લા, દાદર, હિન્દમાતા, કિંગ્સ સર્કલ, અંધેરી, સાંતાક્રૂઝ, બોરીવલી, નાલાસોપારા, અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ બાજુ વાહન વ્યવહાર અને રેલવે સેવા પણ ખુબ પ્રભાવિત થઈ છે. 

ટ્રેક પર પાણી ભરાવવાના કારણે સેન્ટ્રલ રેલવેના મસ્જિદ અને ભાયખલ્લા સ્ટેશનો વચ્ચે બે ટ્રેનો ફસાઈ ગઈ. NDRF અને રેલવે સુરક્ષા દળ (RPF)એ બે લોકલ ટ્રેનોમાં ફસાયેલા 290 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. મધ્ય રેલવેના મુખ્ય પ્રવક્તાએ આ જાણકારી આપી. 

પીએમ મોદીએ આપ્યું મદદનું આશ્વાસન
આ બાજુ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આફતનો વરસાદ જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરીને તેમને પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું છે. 

પીએમ કાર્યાલયે એક ટ્વિટમાં જણાવ્યું કે 'પીએમ નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે ઉત્પન્ન થયેલી સ્થિતિ પર વાત કરી.'

આ બાજુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે પણ બુધવારે મોડી રાતે કહ્યું કે ઠાકરેએ ભારે વરસાદના સમયમાં નાગરિકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે પીએમ મોદીને જાણ કરી છે. 

ટ્રાફિકમાં ફસાયા મંત્રીજી
આ બધા વચ્ચે સૂત્રો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ રાજ્યના સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે સહિત અન્યે કેટલાક લોકો અહીં ઈસ્ટર્ન ફ્રીવે પર ટ્રાફિકમાં લગભગ સાડા ત્રણ  કલાક ફસાયેલા રહ્યાં. તેઓ ત્યાં યશવંતરાવ ચૌહાણ કેન્દ્રમાં એનસીપી નેતાઓની એક બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. 

મુંડેના નજીકના સૂત્રોએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે મંત્રીજીનું વાહન ફ્રી વે પર ટ્રાફિક જામમાં ફસાઈ ગયું. તેઓ ત્યાંથી બેઠકમાં લગભગ સાડા ત્રણ કલાક બાદ પહોંચી શક્યાં. 

જુઓ LIVE TV

વરસાદનું રેડ એલર્ટ
ભારતીય હવામાન ખાતાએ મુંબઈમાં આગામી 24 કલાકમાં મૂશળધાર વરસાદની ચેતવણી આપતા રેડ અલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ ઉપરાંત ઠાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગિરી જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જાહેર કરી છે. 

(ઈનપુટ ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news