Mumbai Rains: શાળાઓ બંધ, પરીક્ષાઓ રદ, પહેલીવાર જુલાઈમાં આટલો વરસાદ, IMD ની ચિંતાજનક આગાહી
Mumbai Rains: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આજે બપોર સુધી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરેલું છે. આઈએમડીના એલર્ટને જોતા બીએમસીએ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. આ સાથે જ મુંબઈના લોકોને સુરક્ષા વર્તવાની અપીલ કરાઈ છે
Trending Photos
Mumbai Rains: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પણ આજે બપોર સુધી ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરેલું છે. આઈએમડીના એલર્ટને જોતા બીએમસીએ તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. આ સાથે જ મુંબઈના લોકોને સુરક્ષા વર્તવાની અપીલ કરાઈ છે. વરસાદના રેડ એલર્ટને જોતા મુંબઈ યુનિવર્સિટીએ પણ આજે થનારી તમામ પરીક્ષાઓ રદ કરી છે. મુંબઈ ઉપરાંત થાણા, પાલઘર, અને રાયગઢમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઈશ્યું કરાયુ છે.
ઈતિહાસમાં પહેલીવાર જુલાઈમાં આટલો વરસાદ
અધિકારીઓનું કહેવું છે કે ઇતિહાસમાં પહેલીવાર મુંબઈમાં આટલો બધો વરસાદ પડ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ 2020માં નોંધાયો હતો. તે વખતે સાંતાક્રૂઝમાં 1502 મિમી વરસાદ પડ્યો હતો. 2023માં 1 જુલાઈથી 26 જુલાઈની સવાર સુધીનો આંકડો 1433 મિમી સુધી પહોંચી ગયો હતો. ગુરુવારે આ રેકોર્ડ 15557.8 મિમી પહોંચતા જ તૂટી ગયો. IMD ના જણાવ્યાં મુજબ મુંબઈના કોલાબામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. મુંબઈ અને પરા વિસ્તારો માટે ગુરુવાર બપોર સુધી પહેલા ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું પરંતુ પછી તેને વધારીને રેડ એલર્ટમાં ફેરવવામાં આવ્યું છે.
ઝીલો પાણીથી છલકાઈ
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઝીલો પાણીથી છલકાઈ છે. પરંતુ તેનાથી મુંબઈગરાઓની વોટર કટ કે પાણીના કાપની સમસ્યા તરત ઉકેલાશે નહીં. બુધવાર સુધી આ ઝીલોમાં અધિકતમ ક્ષમતા સુધી પાણી આવી ગયું હતું. આ બધા વચ્ચે બીએમસીએ સ્પષ્ટ ક્યું છે કે જ્યારે તમામ સાત ઝીલોમાં કુલ સ્ટોક 70 ટકાના આંકડાને પાર ન કરી લે ત્યાં સુધી 10 ટકા પાણી કાપ ચાલુ રહેશે. વિહાર અને તાનસા ઝીલો ફૂલ થઈ ગઈ છે.
માલડુંગા પોઈન્ટ પર ભૂસ્ખલન
રિપોર્ટ છે કે વરસાદ વચ્ચે માથેરાનના માલડુંગા પોઈન્ટ પર ભૂસ્ખલન થયું છે. આવામાં પર્યટકો માટે આ જગ્યા હાલ બંધ કરાઈ છે. જો કે રાહતની વાત એ છે કે વસ્તી ન હોવાના કારણે વધુ જાનહાનિ થઈ નથી. રાયગઢની ઘટના સમયે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ભૂસ્ખલનની ઘટનાઓની પેટર્ન બદલાઈ રહી છે.
સતારામાં પણ રેડએલર્ટ
મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર છે. જિલ્લાના પશ્ચિમી હિસ્સામાં સતત વરસાદ પડી રહ્યો છે. આ બધા વચ્ચે સતારા શહેર પાસેના કન્હેર ડેમનું જળસ્તર વધી રહ્યું છે. હાલ બંધ 57 ટકા ભરેલો છે. જિલ્લા પ્રશાસન પણ સુરક્ષા મુદ્દે તૈયાર નજરે ચડી રહ્યો છે.
ગઢચિરોળીમાં મોડી રાતથી વરસાદ પડી રહ્યો છે. જ્યારે કોલ્હાપુરમાં હાલ રાહત છે. પંચગંગા નદીનું સ્તર લગભગ 10 કલાકથી સ્થિર છે. ગુરુવારે રાયગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. પુનામાં મધ્યમ વરસાદની વકી છે. રત્નાગિરિ, પુના, સતારાના જિલ્લા, ગઢચિરોળી, ચંદ્રપુર, અને વિદર્ભ માટે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે કોંકણ, કોલ્હાપુર, નાગપુર, ગોંદિયા, ભંડારા, યવતમાલ, જિલ્લાઓમાં કેટલેક ઠેકાણે ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ભારે વરસાદના કારણે મુંબઈને પાણી પૂરું પાડતો તાનસા બંધ પણ ઓવરફ્લો થયો છે. પ્રશાસન થરફથી શાહપુર, ભિવંડી, અને પાલઘર જિલ્લાના ગામડાઓને સતર્ક કરાઈ રહ્યા છે. બંધનો એક ગેટ ખોલવામાં આવ્યો છે. અને 1100 ક્યૂસેક પાણી છોડાયું છે. ગામવાળાને અપીલ કરાઈ છે કે તેઓ બંધમાંથી છોડવામાં આવેલા પાણીનો સતર્કતાથી ઉપયોગ કરે. જ્યારે કોલ્હાપુર જિલ્લાના રાધાનગરી બંધના પાંચ ગેટ ખોલવામાં આવી ચૂક્યા છે. પાંચ દરવાજામાંથી 8 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. કોલ્હાપુરની પંચગંગા નદી ખતરાના નિશાનથી 40 ફૂટ 5 ઈંચ ઉપર વહી રહી છે. રાધાનગરી ડેમથી છોડાયેલું પાણી પંચગંગા નદીમાં આવવાથી સૈલાબનું સંકટ તોળાઈ રહ્યું છે. પ્રશાસન તરફથી નદી કિનારે રહેતા લોકોને દૂર જવાની ચેતવણી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે