મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી, દૂર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) માં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (Bandra Kurla Complex) વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો (Flyover Collapses) હતો

મુંબઇના બાંદ્રા-કુર્લામાં અન્ડર કન્સ્ટ્રક્શન ઓવરબ્રીજ ધરાશાયી, દૂર્ઘટનામાં 13 મજૂરો ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ની રાજધાની મુંબઈ (Mumbai) માં શુક્રવારે વહેલી સવારે એક મોટી દૂર્ઘટના સર્જાઈ છે. બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ (Bandra Kurla Complex) વિસ્તારમાં એક બાંધકામ હેઠળનો ફ્લાયઓવર તૂટી પડ્યો (Flyover Collapses) હતો. આ દુર્ઘટનામાં લગભગ 13 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ અન્ય લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કાટમાળ નીચે અન્ય લોકો પણ ફસાયા હોવાની આશંકા
મળતી માહિતી મુજબ, દુર્ઘટના શુક્રવારે સવારે 4:40 વાગ્યે સર્જાઈ હતી અને મુંબઈ (Mumbai) ના પોશ વિસ્તાર બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (Bandra Kurla Complex) પાસે એક બાંધકામ હેઠળના ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડ્યો (Flyover Collapses) હતો. અકસ્માતના સમાચાર મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે અને લોકોને બચાવવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.

No description available.

દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી
ડીસીપી (ઝોન 8) મંજુનાથ સિંગેએ જણાવ્યું હતું કે, "બીકેસી મેઇન રોડ અને સાન્તાક્રુઝ-ચેમ્બુર લિંક રોડને જોડતા અંડર કન્સ્ટ્રક્શન ફ્લાયઓવરનો એક ભાગ વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. 13 લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોઈ જાનહાનિ નથી અને કોઈ વ્યક્તિ ગુમ નથી.

No description available.

મુંબઈના માનખુર્દ વિસ્તારમાં ભીષણ આગ
ત્યારે વહેલી સવારે મુંબઈના માનખુર્દ (Mankhurd) વિસ્તારમાં સ્ક્રેપ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. ઘટના સ્થળે 6 ફાયર ટેન્કર હાજર છે અને ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનીના અહેવાલ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news