મુંબઈ: પૂર્વ કમિશનરે Mohan Delkar suicide કેસ મામલે કર્યો ચોંકાવનારો ખુલાસો, લગાવ્યો આ આરોપ
મહારાષ્ટ્ર (Maharashtra) માં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) માં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, જેમાં કહેવામાં આવ્યું કે અનિલ દેશમુખ દર મહિને 100 કરોડ રૂપિયા માંગતા હતા. પત્રમાં તેમણે બીજા પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં એક આરોપ દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli) ના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar Death Case) ના મોત અંગે છે.
મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ- પરમબીર સિંહ
પરમબીર સિંહે (Param Bir Singh) સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'સચિવ વઝેને અનિલ દેશમુખે વસૂલી કરવાનું કહ્યું હતું. સચિન વઝેએ પોતે મને આ અંગે જણાવ્યું હતું. પરમબીર સિંહે આરોપ લગાવ્યો કે અનિલ દેશમુખે સચિન વઝેને અનેકવાર તેમના સરકારી નિવાસે બોલાવ્યો હતો અને દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલીનો ટાર્ગેટ આપ્યો હતો.' આરોપ મુજબ દેશમુખે વઝેને કહ્યું હતું કે 'મુંબઈમાં 1750 બાર અને રેસ્ટોરન્ટ છે. દરેક પાસેથી 2-3 લાખ રૂપિયા મહિને વસૂલવામાં આવે તો 50 કરોડ જેટલા થાય છે. બાકી રકમ અન્ય જગ્યાએથી કે સોર્સથી વસૂલી શકાય છે.'
સાંસદ ડેલકરના મોતની તપાસ ગૂંચવવાની કોશિશ!
પરમબીર સિંહે (Param Bir Singh) પત્રમાં દાદરા અને નગર હવેલી (Dadra and Nagar Haveli) ના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) ના સ્યૂસાઈડ કેસમાં પણ દબાણ સર્જવાનો આરોપ લગાવ્યો. પરમબીર સિંહના આરોપ મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા દિવસથી જ ઈચ્છતા હતા કે આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ દાખલ થાય. પરમબીર સિંહે આ મામલે લખ્યું કે મેં કેટલાક કાયદાના જાણકાર લોકોના મત લીધા અને એવું સામે આવ્યું કે અબેટમેન્ટ ઓફ સ્યૂસાઈડનો કેસ જો થાય તો પણ તે દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલો છે આથી ત્યાંની પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. ગૃહમંત્રીના દબાણ છતાં જ્યારે મે આ કેસમાં અબેટમેન્ટ ઓફ સ્યૂસાઈડ (abetment of suicide) નો કેસ દાખલ ન કર્યો તો મારે તેમની નારાજગી ઝેલવી પડી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે