#IndiaKaDNA: 'વિનાશ કાળે પપ્પુ બુદ્ધિ'-રાહુલ ગાંધી પર બોલ્યા મુખ્તાર અબ્બાસ નકવી
ઝી ન્યૂઝના ઈન્ડિયા કા ડીએનએ 2019 કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ભાજપની સરકારે 3 કરોડ મુસ્લિમ છોકરાઓ અને છોકરીઓને શિક્ષીત કર્યાં.
Trending Photos
નવી દિલ્હી: ઝી ન્યૂઝના ઈન્ડિયા કા ડીએનએ 2019 કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે ભાજપની સરકારે 3 કરોડ મુસ્લિમ છોકરાઓ અને છોકરીઓને શિક્ષીત કર્યાં. તેમણે કહ્યું કે અમે ભેદભાવ ખતમ કરીને વિકાસનો માહોલ બનાવ્યો છે. મોહમ્મદ અલી જીન્ના ભાગલાના ઈરાદે કામ કરતા હતાં તો તેમણે ભારત છોડીને જવું પડ્યું. ઓસામા પણ એ જ રાહ પર હતો તો માર્યો ગયો.
યુપીએ સરકારમાં સૌથી વધુ હિન્દુઓ જેલમાં મોકલાયા હતાં, જેમને કોર્ટ છોડી રહી છે. રાહુલ ગાંધીના નેતૃત્વ સંબંધે મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે 'વિનાશ કાળે પપ્પુ બુદ્ધિ.'
મુખ્તાર અબ્બાસ નકવીના ઈન્ટરવ્યુંની મુખ્ય વાતો:
- અમે સશક્તિકરણ તૃષ્ટિકરણ વગર કરવા માંગીએ છીએ.
- છેલ્લા 4 વર્ષમાં ઘણુ બધુ થયું. પંરતુ હજુ વધુ કરવાની જરૂરિયાત છે.
- અમે સમાજમાં વિખરાવ અને ટકરાવની વિરુદ્ધમાં છે.
- દેશમાં મોદીજી વિરુદ્ધ માહોલ બનાવવાની કોશિશ થઈ રહી છે. પરંતુ તેમને સફળતા મળતી નથી.
- યોગ આપણા દેશની હજારો વર્ષ જૂની ધરોહર છે.
- કોઈ પણ ભેદભાવ વગર સમાજના લોકોનો વિકાસ થાય.
- 2 કરોડ 66 લાખ અલ્પસંખ્યક સમાજના વિદ્યાર્થીઓને વજીફા આપ્યાં.
- સિવિલ સર્વિસિઝમાં અલ્પસંખ્યક સમાજના યુવાઓ વધુ આવી રહ્યાં છે.
- રાહુલ ગાંધી ગ્રાઉન્ડ હકીકતથી દૂર છે.
- કોઈ પણ ભેદભાવ વગર તમામ સમાજના લોકોનો વિકાસ થાય.
- અમે લોકોએ ભેદભાવ ખતમ કરીને કાબેલિયતને મહત્વ આપ્યું.
- 2014માં જ અમે કહ્યું હતું કે બધાનો સાથ બધાનો વિકાસ થાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે