તમારો પગાર નથી વધ્યો? દુ:ખી થવાની જરૂર નથી મુકેશ અંબાણીનો પણ નથી વધ્યો!
સૌથી ચોંકાવનારી બાબત છે કે મુકેશ અંબાણીનો પગાર છેલ્લા 11 વર્ષથી નથી વધ્યો, જ્યારે તેના કઝીન નિખિલ અને હેતલ મેસવાણીની સેલેરી સતત વધી રહી છે
Trending Photos
મુંબઇ : દેશનાં સૌથી મોટા ઉદ્યોગપતિ અને સૌથી અમીર ભારતીય મુકેશ અંબાણીની સેલેરી આ વર્ષે પણ નથી વધી. ગત્ત 11 વર્ષથી તેમની સેલેરી નથી વધી. મુકેશ અંબાણીની વાર્ષિક કમાણી કરોડોમાં છે. સૈલરી નહી વધારવાનો નિર્ણય તેમણે વર્ષ 2008માં ઓક્ટોબરમાં સીઇઓની સેલેરી મુદ્દે ચાલી રહેલા વિવાદ બાદ લીધો હતો.
ધરણા ખતમ કરી દિલ્હી પરત ફર્યા પ્રિયંકા ગાંધી, વારાણસી-મિર્ઝાપુરમાં કરી પુજા-અર્ચના
મુકેશ અંબાણીએ નિશ્ચય કર્યો હતો કે તેઓ પોતાની સેલેરી સીમિત રાખશે. આ વખતે પણ મુકેશ અંબાણીએ પોતાનો પગાર 15 કરોડ રૂપિયા જ યથાવત્ત રાખ્યો છે. આ સેલેરીમાં ભથ્થા, કમિશન અને સેવાનિવૃતિના લાભનો પણ સમાવેશ થાય છે. મુકેશ અંબાણીએ વર્ષ 2008-09થી જ પોતાની સૈલરી 15 કરોડ રૂપિયા રાખી હતી. ત્યારથી તેમાં તેમણે વધારો કર્યો નથી. મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે. ચોંકાવનારી બાબત ચેકે જ્યાં મુકેશ અંબાણીની સેલેરી 11 વર્ષથી વધી નથી, જ્યારે તેમના કઝીન નિખિલ અને હેતલ મેસવાણીની સેલેરી સતત વધી રહ્યો છે.
નાણામંત્રી સીતારમણે જણાવ્યું કારણ, શા માટે સુપર રિચ પર લગાવાયો વધારાનો ટેક્સ
નિખિલ મેસવાણી અને હેતલની સેલેરી વર્ષ 2016-17માં 16.58 કરોડ રૂપિયા હતી, વર્ષ 2017-18માં તે વધીને 19.99 કરોડ રૂપિયા થઇ અને વર્ષ 2018-19માં તેમની સેલેરી વધીને 20.57 કરોડ રૂપિયા થઇ ચુકી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં જ એક એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર પીએમએસ પ્રસાદની સેલેરી પણ સતત વધી છે. વર્ષ 2016-17માં તેમની સેલેરી 7.87 કરોડ રૂપિયા હતી, જે આ વર્ષે વધીને 10.01 કરોડ રૂપિયા થઇ ચુકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે