વિકાસ દુબેની કોર્ટમાં સુનાવણી, ટ્રાંજિટ રિમાન્ડમાં યૂપી પોલીસને સોંપવામાં આવ્યો

ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી અને કુખ્યાત અપરાધી વિકાસ દુબે (Vikas Dubey)ની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને ટ્રાંજિટ રિમાન્ડમાં યૂપી પોલીસને સોંપવામાં આવ્યો છે.

વિકાસ દુબેની કોર્ટમાં સુનાવણી, ટ્રાંજિટ રિમાન્ડમાં યૂપી પોલીસને સોંપવામાં આવ્યો

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કાનપુરમાં આઠ પોલીસકર્મીઓની હત્યાના મુખ્ય આરોપી અને કુખ્યાત અપરાધી વિકાસ દુબે (Vikas Dubey)ની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. કોર્ટે તેને ટ્રાંજિટ રિમાન્ડમાં યૂપી પોલીસને સોંપવામાં આવ્યો છે. વિકાસ દુબેની સુનાવણી વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા થઇ. 

ઉત્તર પ્રદેશના એડિશનલ ડીજીપી પ્રશાંત કુમારે જણાવ્યું કે વિકાસ દુબેને ટ્રાંજિટ રિમાન્ડ પર ઉત્તર પ્રદેશ લાવવામાં આવશે. તેમણે કહ્યું કે કાનપુર કાંડમાં સામેલ વિકાસ દુબેના તમામ સભ્યોને પકડવા સુધી અમારું અભિયાન ચાલુ રહેશે. 

તમને જણાવી દઇએ કે આઠ પોલીસવાળાની હત્યાના મુખ્ય આરોપી વિકાસ દુબેને આજે સવારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરની બહારથી ધરપકડ કરી લીધી છે. પોલીસે છ દિવસ સુધી તલાશ કરી રહી છે. ધરપકડ પહેલાં વિકાસ દુબેએ મંદિરમાં જવા માટે ટિકીટ અને પ્રસાદ ખરીદ્યો. 

મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે દુબેએ બે સાથીઓ બે સાથીઓ બિટ્ટૂ અને સુરેશની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 'અમે વિકાસ દુબેની ધરપકડ કરી લીધી અને તે અમારી કસ્ટડીમાં છે. 

સ્થાનિક પોલીસ જે સમયે મહાકાલ મંદિર પરિસરથી વિકાસ દુબેને લઇને નિકળી. તે સમયે વિકાસ દુબેની બોડી લેંગ્વેજ પણ આશ્વર્યજનક કરનાર હતી. સફેદ રંગની ચેક શર્ટ અને ગ્રે પેન્ટ પહેરીને વિકાસ દુબેને જ્યારે પોલીસ પકડીને લઇ રહી હતી. તેની ચાલમાં કોઇ ફેરફાર થયો ન હતો. તે ઠીક પહેલાં જેવી અકડમાં હતો. 

ગત 6 દિવસથી વિકાસ દુબેની શોધખોળમાં ઉંઘ હરામ થઇ ગઇ હતી. હેતુ ફક્ત એટલો હતો કે યૂપીના મોસ્ટ વોન્ટેડ વિકાસ દુબેની ધરપકડ કરવાનો. દેશની 5 રાજ્યોમાં દરેક સીમા પર હાઇએલર્ટ હતું. ગાડીની તલાશી થઇ રહી હતી અને આખરે એમપી પોલીસ આરોપી વિકાસ દુબેની ધરપકડ કરવામાં સફળ થઇ. 

વિકાસ દુબે કાનપુરની ઘટના બાદ ભાગી ગયો હતો,ત્યારબાદ હરિયાણાના ફરીદાબાદમાં તેની ઝલક બતાવી હતી. ફરીદાબાદમાં એક હોટલના સીસીટીવીના કેમેરામાં દેખાયો હતો, પરંતુ તે ત્યાંથી ફરાર થઇ ગયો, રેડમાં તેની સાથીની ધરપકડ કરવામાં આવી હતી. 

વિકાસ દુબે સતત સંતાતો ભાગતો રહ્યો, પહેલાં તેના નોઇડા અને પછી રાજસ્થાન જવાની વાત કરવામાં આવતી હતી. એવામાં પોલીસે એનસીઆરમાં સતત રેડ કરી હતી. પરંતુ વિકાસ દુબે ત્યાં મળ્યો ન હતો. હવે સવાલ ઉભો થાય છે કે આટલી બંદીશો છતાં વિકાસ દુબે આખરે કેવી રીતે લાંબું અંતર કાપી સફર કરી શક્યો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news