Mohan Delkar ની સ્યૂસાઈડ નોટ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો પોલીસે શું કહ્યું? 

મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. 

Mohan Delkar ની સ્યૂસાઈડ નોટ વિશે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણો પોલીસે શું કહ્યું? 

ઝી મીડિયા બ્યૂરો Mohan Delkar, MP suicide case, Mumbai Police,News updates: મુંબઈની એક હોટલમાં શંકાસ્પદ હાલતમાં દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. તેમણે આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. મોહન ડેલકરે પોતાના ઓફિશિયલ લેટર પેડ પર સ્યૂસાઈડ નોટ લખી હતી અને આ સ્યૂસાઈડ નોટ 15 પાનાની હોવાનું કહેવાય છે. આ વાત મુંબઈ પોલીસે જણાવી છે. મુંબઈ પોલીસે કહ્યું કે આગામી દિવસોમાં તેમના પરિવારના સભ્યોના નિવેદનો નોંધવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે 22 ફેબ્રુઆરીના રોજ  દાદરાનગર હવેલીના 58 વર્ષના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) નો મૃતદેહ દક્ષિણ મુંબઈની એક હોટલમાં છત પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ગુજરાતીમાં લખેલી સ્યૂસાઈડ નોટ (Suicide note) પણ હોટલમાંથી મળી આવી છે. આ ઘટનાની જાણકારી મળ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે એક ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. 

પોલીસ આ સ્યૂસાઈડ નોટ (Suicide note) ની પણ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યાં મુજબ સ્યૂસાઈડ નોટ પરથી લાગે છે કે મોહન ડેલકર ઘણા દિવસોથી ખુબ પરેશાન હતા. તેમણે રાજનીતિક ઉપેક્ષાનો શિકાર હોવાનો પણ સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું કહેવાય છે. પોતાના સમર્થકો, પરિવારના લોકોની પણ માફી માંગવાની સાથે પોતાના આ પગલા માટે અનેક લોકોને જવાબદાર ઠેરવ્યા હતા. 

— ANI (@ANI) February 24, 2021

એમ પણ કહેવાય છે કે આશરે 30થી 35 લોકોના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. દાદરાનગર હવેલીનાં અનેક અધિકારી, અલગ અલગ રાજનૈતિક દળના નેતાઓનું નામ પણ સુસાઇડ નોટમાં લેવાયું છે. આ મુદ્દો ગંભીર હોવાનાં કારણે મોહન ડેલરના પત્રમાં લેખીત તથ્યો અંગે મુંબઇ પોલીસ, સ્થાનિક તંત્ર પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત્ત દિવસોમાં મોહન ડેલકરના સમર્થક અને કાર્યકર્તા દાદરા નગર હવેલીમાં અનેક પ્રકારનાં દોષીત સાબિત થયા હતા. તેના કારણે સાંસદ દુખી હોવાની આશંકા છે.

અત્રે જણાવવાનું કે સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) ના નિધન બાદ પ્રદેશમાં શોકનો માહોલ છે. આગલીરાત્રે તેમના મૃતદેહને સેલવાસ લાવવામાં આવ્યો હતો અને ગઈ કાલ સવારથી સેલવાસના આદિવાસી ભવન પર પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં  હતો  ત્યારે મોહન ડેલકરના અંતિમ દર્શન માટે ભાજપ સહિત પ્રદેશની તમામ રાજકીય પાર્ટીઓના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને સંઘ પ્રદેશ દમણ અને દીવના સાંસદ લાલુ પટેલ, અને દાદરાનગર હવેલીના ભાજપના આગેવાનો  પૂર્વ સાંસદ નટુભાઇ પટેલે પણ  પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમના પરિવારજનોને સાંત્વના પણ આપી હતી.

મહત્વપૂર્ણ છે કે સતત 7 ટર્મ સુધી મોહન ડેલકર (Mohan Delkar) પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હતું. અને અત્યાર સુધી મોહન ડેલકર  અપક્ષ ,નવ પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાંથી પણ ચૂંટણી લડી અને જીત્યા હતા અને સાત ટર્મ સુધી દાદરા નગર હવેલીનું પ્રતિનિધિત્વ લોકસભામાં કર્યું હતું. ગઈ કાલે અંતિમ દર્શન વખતે રાજકીય અગ્રણીઓએ પણ મોહન ડેલકરને પ્રદેશના કદાવર  નેતા ગણાવ્યા હતા અને તેમના નિધનથી પ્રદેશના રાજકારણમાં એક પ્રકારનો શૂન્યાવકાશ સર્જાયો હોવાનું પણ ભાજપ અગ્રણીઓએ પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના ભાજપના પ્રદેશ અગ્રણી ફતેસિંહ ચૌહાણ એ મોહન ડેલકર ના રાજકીય સફર વિશે પણ વાત કરી હતી. અને મોહન ડેલકર પ્રદેશના રાજકારણમાં સૌથી મોટું નામ હોવાનું માન્યું હતું. દમણ-દીવનાં સાંસદ લાલુભાઇ પટેલે મોહન ડેલકરના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું. અને પોતાના એક સારા મિત્ર ગુમાવ્યો હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. મીડિયા સામે પ્રતિક્રિયા આપતા લાલુભાઇ પટેલે મોહન ડેલકરના  નિધનથી પ્રદેશના આદિવાસી સમાજે છત ગુમાવી દીધી હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમના મોતને લઈને અનેક રહસ્યો ઘેરાયા છે ત્યારે લાલુભાઇ પટેલે પણ મોહન ડેલકરના શંકાસ્પદ મોતને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે છે સરકાર છે એટલે તપાસ કરશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news