કોંગ્રેસના સંકટમોચક ભાજપને પડશે ભારે : જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં ભાજપને થશે આટલી સીટોનું નુક્સાન

ABP C VOter Opinion Poll 2023:  જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્ર તોમરના ગઢ ગણાતા ચંબલમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેમાં કરાયેલા અનુમાન મુજબ ચંબલની 34 બેઠકોમાંથી ભાજપને માત્ર 4થી 8 બેઠકો મળી શકે છે.

કોંગ્રેસના સંકટમોચક ભાજપને પડશે ભારે : જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં ભાજપને થશે આટલી સીટોનું નુક્સાન

Jyotiraditya Scindia Impact on BJP in MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તેની સાથે રાજકીય ગતિવિધિ પણ ચરમસીમાએ છે. ભાજપે રાજ્યમાં ચોથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેની સાથે વધુ 57 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ABP C વોટરનો સૌથી મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

એબીપી સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્ર તોમરના ગઢ ગણાતા ચંબલમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેમાં કરાયેલા અનુમાન મુજબ ચંબલની 34 બેઠકોમાંથી ભાજપને માત્ર 4થી 8 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ 26 થી 30 બેઠકો જીતી શકે છે. આ સિવાય બસપાને એક અને અન્યને એક બેઠક મળવાની આશા છે.

ચંબલની 34 સીટો પર વોટ શેરિંગ
વોટ શેરિંગની વાત કરીએ તો, ABP-C વોટરના ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે કોંગ્રેસને ચંબલની 34 સીટો પર 48 ટકા વોટ મળી શકે છે.  ભાજપને 39 ટકા વોટ મળતાં જણાય છે. આ સિવાય બસપાને ચાર ટકા અને અન્ય પક્ષોને 9 ટકા વોટ મળવાની ધારણા છે.

ચંબલને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમર અને રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાનો ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીંથી ભાજપને આટલું મોટું નુકસાન થવાનો અંદાજ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 2018ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ અહીં લીડ લઈ શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટી માટે કંઈ મોટું કરી શકે તેવી સ્થિતિમાં જણાતું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાની વિદાયથી કોંગ્રેસ પર વધુ અસર થાય તેવું લાગતું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news