Lockdownમાં ફસાયો પુત્ર, ઘર પરત લાવવા માતેએ ચલાવી 1400 KM સ્કૂટી
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus)ના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ લોકડાઉન (Lockdown)ના કારણે હજારો લોકો તેમના ઘરથી અન્ય કોઈ સ્થળ પર ફસાઈ ગયા છે. કેટલાક લોકો તો તેમની જાતે પોતાના ઘરે પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ત્યારે તેલંગાણામાં પણ આવો જ એક કિસ્સો સામે વ્યો છે. જેમાં એક માતા તેના પુત્રને ઘરે પરત લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવે છે.
તેલંગાણાના નિઝામાબાદ જિલ્લાની રઝીયા બેગમની ઉંમર 50 વર્ષ છે. તેના પુત્રને 700 કિલોમીટર દૂર નેલ્લોરથી ઘરે પરત લાવવા માટે 1400 કિલોમીટર સ્કૂટી ચલાવી હતી.
નિઝામાબાદ દિલ્લાના બોધન ગામની એક સરકારી શાળામાં રઝીયા બેગમ ટીચર તરીકે ફરજ બજાવે છે. તેના પુત્રને નેલ્લારથી પરત લાવવા માટે સોમવાર 7 એપ્રિલના સવારે સ્કૂટી લઇને ઘરેથી નીકળ્યા અને મંગળવાર 8 એપ્રિલ બપોરે આંધ્ર પ્રદેશના નેલ્લોર પહોંચી હતી.
ત્યારબાદ તેણે 17 વર્ષના પુત્ર મોહમ્મદ નિઝામુદ્દીનને સ્કૂટી પર બેસાડ્યો અને પછી બુધવાર સાંજે તેઓ બંને તેમના ઘરે પરત ફર્યા હતા. રિઝાયનો પુત્ર લોકડાઉન પહેલા તેના મિત્રના ઘરે ગયો હતો જ્યાં લોકડાઉનના કારણે તે ફસાઈ ગયો હતો.
Telangana: Razia Begum from Bodhan, Nizamabad rode around 1,400 km on a 2-wheeler to Nellore in Andhra Pradesh, to bring back her son who was stranded there. She says, "I explained my situation to Bodhan ACP & he gave me a letter of permission to travel". (9.4.20) #CoronaLockdown pic.twitter.com/JHfRbdjOa1
— ANI (@ANI) April 10, 2020
જોકે, રઝીયા માટે એકલા હાથે આ બધુ કરવું સરળ ન હતું. તેના માટે તેમણે બોધન જિલ્લાના આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર વી જયપાલ રેડ્ડીની પરમિશન લેવી પડી હતી. પરમિશન બાદ પણ તેમને ઘણી જગ્યા પર પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. પરંતુ તેમની પાસે સ્પેશિયલ પાસ હોવાથી તેમને કોઈ તકલીફ પડી ન હતી.
રઝિયા બેગમે જણાવ્યું કે, તેણે તેની પરિસ્થિતિ બોધનના એસપીને જણાવી અને તેમણે મને યાત્રા માટે પરમિશન લેટર આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે