Video: મા એ મા... કોઈએ કહ્યું મોત બાદ સરકાર આપે છે વળતર તો મા એ દીકરાની ફી માટે મોતને વ્હાલું કર્યું

Tamil Nadu Latest News: તમિલનાડુના સેલમમાં એક રૂવાંડા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. સેલમના 2 અગ્રહારમ સ્ટ્રીટમાં એક 46 વર્ષીય મહિલાએ પોતાના બાળકના અભ્યાસ ખર્ચ માટે વળતર મેળવવા પોતાનો જીવ આપી દીધો. મહિલાએ જાહેરમાં એક બસની સામે આવી આપઘાત કરી લીધો.

Video: મા એ મા... કોઈએ કહ્યું મોત બાદ સરકાર આપે છે વળતર તો મા એ દીકરાની ફી માટે મોતને વ્હાલું કર્યું

સેલમઃ તમિલનાડુના સેલમમાં સનસનીખેજ ઘટના સામે આવી છે. સેલમના 2 અગ્રહારમ સ્ટ્રીટમાં એક 46 વર્ષની મહિલાએ પોતાના બાળકોના અભ્યાસના ખર્ચ  માટે નાણાકીય વળતર હાસિલ કરવા માટે પોતાનો જીવ આપી દીધો છે. મહિલાએ જાહેરમાં એક બસની સામે આવીને આપઘાત કરી લીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

બસમાં ટકરાયા બાજ મહિલાનું મોત થઈ ગયું છે. મહિલાની ઓળખ પપાથી (45) તરીકે થઈ છે. તે કલેક્ટર ઓફિસમાં સફાઈ કર્મચારી હતી. મહિલાએ પોતાના પુત્રના સારા ભવિષ્ય માટે તમિલનાડુ સરકાર પાસે નાણાકીય મદદ મેળવવા માટે 28 જૂને ચાલતી બસની સામે કુદી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે મહિલાને કોઈએ સરકારી વળતર મેળવવા માટે ગેરમાર્ગે દોરતા આ રીતે જણાવી હતી. ત્યારબાદ મહિલા પણ આવું ખતરનાક પગલું ભરવા માટે તૈયાર થઈ ગઈ હતી. 

— KARTHIK DP (@dp_karthik) July 18, 2023

પોલીસના સૂત્રો પ્રમાણે મહિલાએ દુર્ઘટનાના એક દિવસ પહેલા અન્ય એક બસની સામે કૂદવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યારે તે ટૂ-વ્હીલર સામે ટકરાઈ ગઈ હતી. તેના થોડા સમય બાદ તે ફરી રસ્તો પાર કરે છે અને બીજી બસ સામે ટકરાઈ જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમાં મહિલા બસ સામે ટકરાતી જોવા મળી રહી છે. બસમાં ટક્કર બાદ મહિલાનું મોત થઈ જાય છે. 

પ્રાપ્ત વિગત અનુસાર મહિલા પુત્રની સ્કૂલ ફી ન ચુકવી શકવાને કારણે ડિપ્રેશનમાં હતી. તેવામાં તેને કોઈએ ગેરમાર્ગે દોરતા કહ્યું કે અકસ્માતમાં મોત થશે તો તેના પરિવારને સરકાર વળતર આપશે. મહિલા 15 વર્ષથી પતિથી અલગ થયા બાદ પોતાના પુત્રનું પાલન પોષણ કરી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news