શહીદ ઓરંગજેબની અંતિમ યાત્રામા ઉમટ્યા લોકો,પિતાએ કહ્યું દેશ માટે બધુ જ કુર્બાન
લશ્કરી જવાન મરે છે કાં તો મારે છે તમારા પુત્રોને લશ્કરમાં મોકલવાનું ક્યારે પણ બંધ ન કરશો, કાશ્મીર માટે તે જરૂરી છે
Trending Photos
પુંછ : રાષ્ટ્રીય રાઇફલ્સના શહીદ જવાન ઓરંગજેબના પાર્થિવ શરીર જ્યારે તેમના ગામ પહોંચ્યા તો લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. લોકોએ જવાનને ભેજયુક્ત આંખોથી સલામ પણ કર્યું. લોકોની આંખોમાં જ્યારે જવાન ગુમાવ્યાનો ગમ હતો ત્યારે બીજી તરફ રમઝાન મહિનામાં થયેલા આ જધન્ય ગુના માટે ગુસ્સો પણ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે સાંજે સેનાના જવાન ઓરંગજેબું શબ પુલવામાંના ગુસો વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
બીજી તરફ ઓરંગજેબનાં પિતાએ કહ્યું કે, તેમનો એક પુત્ર શહીદ થઇ ગયો, પરંતુ મોટો પુત્ર હજી પણ ફોજમાં છે. તેમણે કહ્યું કે, આપણે બધા જ્યારે કુર્બાન થઇ જઇશું. આતંકવાદીઓ તે સમયે ઓરંગજેબનું અપહરણ કર્યું. જ્યા સુધી ઇદની રજા લઇને ઘરે પુંછ પરત ફરી રહ્યો હતો. ઓરંગજેબ તે કમાન્ડો ગ્રુપનો હિસ્સો હતો, જેમાં હિઝબુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર મારવામાં આવ્યા હતા. ઓરંગજેબની હત્યાથી તેમના ગામની સાથે જ સમગ્ર દેશમાં ઉકળતા ચરૂજેવી પરિસ્થિતી છે.
ઓરંગજેબનાં પિતા મોહમ્મદ હનીફ કેન્દ્ર સરકારને અલ્ટીમેટમ આપતા કહી ચુક્યા છે કે સરકાર આતંકવાદીઓને મારીને પુત્રની શહાદતનો બદલો લે નહી તો તેઓ પોતે બદલો લેશે. સાથે જ તેમણે તેમ પણ કહ્યું કે, તેઓ પોતાનાં બીજા પુત્રને પણ સેનામાં મોકલશે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતે પણ સેનામાં રહી ચુક્યા છે. ઘટના બાદ તેમના ગામમાં સન્નાટો છવાયેલો છે. આતંકવાદીઓએ ન માત્ર ક્રુરતાથી તેમની હત્યા કરી પરંતુ પહેલા ઓરંગઝેબની તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી. કહેવાઇ રહ્યું છેકે આ તસ્વીર તેમને મારતા પહેલા લેવાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે