પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકમાં જાદૂ, 1,000થી વધુ લોકોએ કરાવી સારવાર

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં મોદી કેર યોજના પણ કહેવામાં આવી રહી છે. આ યોજનાની શરૂઆતના માત્ર 24 કલાકની અંદર દેશભરમાંથી 1 હજાર કરતા વધુ દર્દીઓએ આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ લીધો છે.

પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય વીમા યોજનાનો 24 કલાકમાં જાદૂ, 1,000થી વધુ લોકોએ કરાવી સારવાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેમાં મોદી કેર યોજના પણ કહેવામાં આવી રહી છે. આ યોજનાની શરૂઆતના માત્ર 24 કલાકની અંદર દેશભરમાંથી 1 હજાર કરતા વધુ દર્દીઓએ આ સ્વાસ્થ્ય વીમા યોજનાનો લાભ લીધો છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ મેળવનારા લોકોમાં સૌથી વધુ દર્દીઓ છત્તીસગઢ અને હરિયાણાના હતા. ત્યારબાદ ઝારખંડ, અસમ અને મધ્યપ્રદેશના દર્દીઓ જોવા મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે રાંચીમાં આ યોજનાની શરૂઆત કરતા સમયે પાંચ ગોલ્ડ કાર્ડનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ પૂર્વી સિંહભૂમ સદર હોસ્પિટલ (જમશેદપુર)માં 22 વર્ષની પૂનમ મહતોએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પૂનમ આ યોજનાનો લાભ લેનારી પ્રથમ શખ્સ બની છે. આ યોજનાની શરૂઆત થયાના થોડા જ કલાકોની અંદર રાચી ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝમાં ચાર દર્દીઓને ભર્તી કરવાવામાં આવ્યા હતા.

98 ટકા લાભાર્થીઓને ઓળખી કાઢ્યા
આ સ્વાસ્થ્ય વીમા યોજના અંતર્ગત દેશભરમાં 10 કરોડ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું કેશલેસ સારવારની સુવિધા મળશે. કુલ ટોટલ 50 કરોડ લોકો આઆ યોજનાનો લાભ લઇ શકશે. આ યોજના અંતર્ગત લાભ લેનાર લોકોની ઓળખ કરનારી સંસ્થા નેશનલ હેલ્થ એજન્સીએ (એનએચએ) 98 ટકા લાભાર્થીઓની ઓળખ કરી લીધી છે.

PM

આ એજન્સી હાલમાં પ્રત્યેક લાભાર્થીને યોજનાથી સંબંધિત પત્ર મોકલવાના કામમાં લાગી ગઇ છે. તેમાં જણાવી રહ્યા છે કે આ યોજનાનો લાભ તમે કઇ રીતે લઇ શકો છો. આ પત્રોમાં QR code અને અન્ય જાણકારીઓ છે. જોકે આવા દર્દી આ યોજનાથી જોડાયેલી હોસ્પિટલમાં સુવિધા પ્રાપ્ત કરી શકશે.

40 લાખથી વધુ પત્ર લાભાર્થિઓને મોકલી દેવામાં આવ્યા
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રધાનમંત્રીની તરફથી 40 લાખથી વધુ પત્ર અત્યાર સુધીમાં મોકલી દીધા છે. આ પત્ર આરોગ્ય મિત્રના દ્વારા હોસ્પિટલમાં સ્કેન કરવામાં આવશે. જોથી લાભાર્થીની ઓળખ તઇ શકે અને તેને સુવિધાઓ મળી શકે.

HOSPITAL

વેબસાઇ પણ શરૂ કરવામાં આવી
આ યોજના માટે વેબસાઇટ https://mera.pmjay.gov.in/ પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ એક હેલ્પલાઇન નંબર-14555 પણ જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં લોકો ફાન પર પણ જાણકારીઓ લઇ શકશે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દેશના 445 જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. આ યોજનાની શરૂઆત થતા જ દેશભરમાં 10 હજારથી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 2.65 લાખ બેડ ઉપલબ્ધ થઇ ગયા છે.

આ યોજનાઓ સાથે જોડાયેલી ખાસ વાતો
- લાભ લેનાર પરિવારોમાંથી 8 કરોડ 3 લાખ પરિવાર ગ્રામીણ વિસ્તારમાંથી હશે અને 2 કરોડ 33 લાખ પરિવાર શહરી વિસ્તારોમાંથી હશે.
- આ યોજનાના અંતર્ગત દરેક પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થતા દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું Coverage મળશે. એટલે કે કોઇપણ બીમારીની સ્થિતિમાં 5 લાખ રૂપિયા સુધીમાં સારવાર મફત થશે.
- આ યોજનાથી જોડાયેલા લોકો સમગ્ર દેશમાં કોઇપણ રાજ્યમાં Cashless સારવાર કરાવી શકે છે. તેનો અર્થ આવો થાય છે કે તમે દેશના કોઇપણ રાજ્યમાં રહેતા હોય તે દેશના કોઇપણ ખૂણેથી તેનો લાભ લઇ શકશે.
- સરકારે અલગ અલગ બીમારીઓ માટે અલગ Pacakge નક્કી કર્યા છે. કઇ બીમારીને લઇને કેટલો ખર્ચ કરવામાં આવશે, તેને લઇ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.
- આ યોજનાનો લાભ તે પરિવારોને મળશે, જેમાં 16 વર્ષથી 59 વર્ષની વચ્ચેની ઉંમરનો એક પણ સભ્ય ન હોય.
- આ યોજનાનો લાભ તે પરિવાર ઉપાડી શકશે જેમનું ઘર ચલાવવાની જવાબદારી મહિલા પર છે અને પરિવારમાં એવો કોઇ પુરૂષ સભ્ય નથી જેની ઉંમર 16 વર્ષથી 59 વર્ષની વચ્ચે હોય. તેઓ પણ આ યોજનાનો લાભ લઇ શકશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news