આગામી 72 કલાકમાં તબાહી મચાવશે વરસાદ, ગુજરાત સહિત 5 રાજ્યો માટે રેડ એલર્ટ
Trending Photos
નવી દિલ્હી: આગામી 4 દિવસ વરસાદ તબાહી મચાવી શકે છે. કેટલાક રાજ્યો માટે આગામી 72 કલાક ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યા છે. તોફાન, આંધી, ભારે વરસાદ અને કરા પડવાની મુસીબત વધી શકે છે. ગત એક અઠવાડિયામાં નબળા પડેલા મોનસૂને ફરીથી ગતિ પકડી લીધી છે. મુંબઇમાં ગત 36 કલાકમાં વરસાદ વરસી રહ્યો છે. કેરલ, કર્ણાટક, ઓરિસ્સા, અસમ અને પશ્વિમ બંગાળમાં પણ વરસાદથી સ્થિતિ ખરાબ છે. હવામાન વિભાગે 4 દિવસ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં 5 રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ 13 રાજ્યો માટે ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. રાજધાનીમાં પણ વરસાદની ચેતાવણી જાહેર કરવામાં આવી છે.
આગામી 4 દિવસ ભારે તબાહી મચાવશે
હવામાન વિભાગે (IMD)ના અનુસાર, મધ્ય પ્રદેશ સહિત 5 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રાજ્યોમાં 9 થી 12 જુલાઇ દરમિયાન ભારે વરસાદની ચેતાવણી છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને રાજ્યસ્થાનમાં ભારે વરસાદની ચેતાવણી છે. આ ઉપરાંત કેટલાક રાજ્યોમાં ભારે વરસાદના લીધે જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ શકે છે. મધ્ય પ્રદેશ માટે આગામી 4 દિવસ ખતરનાક છે. અહીં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતાવણી છે. અહીં કરા સાથે વાવાઝોડાની સંભાવના છે. તો બીજી તરફ મુંબઇમાં ભારે વરસાદ ચાલુ રહેશે.
ક્યાં માટે છે રેડ એલર્ટ
આગામી 24 કલાકમાં મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવાના મોટા ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતાવણી છે. અહીં માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે.
ક્યાં કેવી રહેશે પરિસ્થિતિ
9 જુલાઇ: હવામાન વિભાગના અનુસાર 9 જુલાઇના રોજ કોંકણ, ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, કેરલ, મરાઠાવાડા, સિક્કિમ, પૂર્વી ઉત્તર પ્રદેશ, અસમ અને મેઘાલયમાં ભારેથી અતિ ભારે વરસાદના અણસાર છે.
10 જુલાઇ: 10 જુલાઇના રોજ પશ્વિમિ મધ્ય પ્રદેશ, ગોવા અને કોંકણ વિસ્તારમાં ભારેથી વધારે ભારે વરસાદ પડી શકે છે. તો બીજી તરફ મધ્ય પ્રદેશ, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, કોસ્ટલ અને ઇંટીરિયલ કર્ણાટકમાં ભારે અથવા અતિ ભારે વરસાદ થઇ શકે છે. 10 જુલાઇના રોજ પશ્વિમી મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના પશ્વિમી વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
11 જુલાઇ: 11 જુલાઇના રોજ મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાના અણસાર છે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ઉત્તરાંચલ, નોર્થ છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટકના કોસ્ટલ વિસ્તારો અને કેરલમાં પણ ભારે વરસાદ પડી શકે છે. પશ્વિમી ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગુજરાત અને અંડમાન-નિકોબારમાં પણ વરસાદ પડી શકે છે. 11 જુલાઇના રોજ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
12 જુલાઇ: 12 જુલાઇના રોજ પશ્વિમી મધ્ય પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદના અણસાર છે. તો બીજી તર ઉત્તર પ્રદેશ, ઉત્તરાંચલ, ગોવા, કોંકણ, કેરલ, જમ્મૂ એન્ડ કાશ્મીર, પૂર્વી મધ્ય પ્રદેશ, નોર્થ છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત અને કોસ્ટલ કર્ણાટકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 12 જુલાઇના રોજ પશ્વિમી મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ છે.
કેમ છે ભારે વરસાદના અણસાર
દક્ષિણી-પશ્વિમી મોનસૂન ફરીથી સક્રિય થતાં અને બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્વિમી હવાના દબાણથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતાવણી છે. મધ્ય ભારતથી દક્ષિણ ભારત સુધી દેશના ઘણા રાજ્યોમાં સારો વરસાદ પડી શકે છે. તો બીજી તરફ ગત કેટલાક કલાકોમાં ઘણા રાજ્યોની સ્થિતિ બગડી ચૂક્યા છે. જમ્મૂ-કાશ્મીર, મહારાષ્ટ્ર, અસમ અને પશ્વિમ બંગાળમાં હાલાત વધુ ખરાબ છે. તો બીજી તરફ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદમાં લોકો ફસાયેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે