ચોમાસાની પેટર્નમાં ફેરફાર, ઓગસ્ટમાં પડ્યો ઓછો વરસાદ, હવે સપ્ટેમ્બરમાં શું થશે? જાણો વિગત
Monsoon 2023: દેશમાં ચોમાસાની સફર થોડા દિવસમાં સમાપ્ત થવાની છે પરંતુ આ વખતની ચાલ બગડેલી જોવા મળી રહી છે. એક તરફ ઉત્તરાખંડ, હિમાચલ જેવા રાજ્યોમાં ભારે વરસાદથી તબાહી જોવા મળી તો યુપી, એમપી, બિહાર જેવા રાજ્યોમાં ઓછો વરસાદ થયો છે. સપ્ટેમ્બરમાં પણ ઓછા વરસાદની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશમાં ચોમાસાની લગભગ બે તૃતિયાંશ યાત્રા પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ સામાન્ય લોકો જ નહીં પરંતુ હવામાનશાસ્ત્રીઓ પણ આશ્ચર્ય પામી રહ્યા છે કે આ વખતે શું થયું? હિમાચલ, ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં ભારે વરસાદના સમાચાર આવતા રહે છે તો ઘણા રાજ્યમાં એવરેજથી ઓછો વરસાદ થયો છે. લોકો સંપૂર્ણ રીતે ગુંચવાયા છે ક્યાં વરસાદ થઈ રહ્યો છે અને ક્યાં નહીં. ઘણા નિષ્ણાંત તેનું કારણ જળવાયુ પરિવર્તન ગણાવી રહ્યાં છે. જૂનની શરૂઆતમાં બિપરજોય તોફાનને કારણે કેરલમાં ચોમાસાના આગમનમાં વિલંબ થવાને કારણે દક્ષિણી ભારત અને અન્ય ભાગમાં આગળ વધવાની ગતિ ધીમી રહી. ચોમાસું ધીમે ધીમે સમાપ્તિ તરફ આગળ વધી રહ્યું છે અને સંકેત મળી રહ્યાં છે કે આ વર્ષે 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ થશે. ઓગસ્ટનો મહિનો સમાપ્ત થવાનો છે અને આ મહિને દેશભરમાં 50 ટકા સુધી ઓછો વરસાદ થયો છે.
ચક્રવાતી તોફાન બિપરજોયની પ્રારંભિક અસર ચોમાસા પર મોટા પ્રમાણમાં જોવા મળી હતી. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, ચક્રવાતની તીવ્રતા શરૂઆતમાં ઝડપથી વધી હતી અને અસાધારણ રીતે ગરમ અરબી સમુદ્રને કારણે તેની તીવ્રતા જાળવી રાખવામાં આવી હતી. તેઓ ભારપૂર્વક જણાવે છે કે હવામાન પરિવર્તનને કારણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાનો ઝડપથી તીવ્ર બની રહ્યા છે અને લાંબા સમય સુધી તેમની તાકાત જાળવી રાખે છે. જૂન અને જુલાઇ મહિનામાં વરસાદના કેટલાક એવા આંકડા સામે આવ્યા જે આશ્ચર્યચકિત થઇ ગયા.
आज की सर्वाधिक वर्षा (देशभर में) पिछले 24 घंटों के दौरान भारी से बहुत भारी वर्षा दर्ज की गई है।लोंगद्वीप में 36 सेमी और माया बंदर:14 में सेमी वर्षा हुई है। वर्षा के इस मौसम में जल भराव एवं कच्चे रस्ते वाले क्षेत्रों में जाने से बचें pic.twitter.com/a20MurX4zx
— India Meteorological Department (@Indiametdept) August 29, 2023
- 21 જૂન 1961 બાદ પ્રથમવાર 25 જૂને દિલ્હી અને મુંબઈ, બંને મહાનગરોમાં એક સાથે ચોમાસાની એન્ટ્રી
- જૂનમાં દેશભરમાં 377 જગ્યાએ અતિ ભારે (115.6 મિમીથી 204.5 મિમી) વરસાદ નોંધાયો
+ આ આંકડા છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે
- જુલાઈમાં ભારે વરસાદ 1113 જગ્યાઓ પર થયો.
ઓગસ્ટ મહિનામાં ઓછો વરસાદ પડ્યો
વાત ઓગસ્ટ મહિનાની કરીએ તો આ મહિનામાં દેશમાં 50 ટકા સુધી ઓછો વરસાદ પડ્યો અને સપ્ટેમ્બરમાં પણ આવી સ્થિતિ બની રહી છે. સપ્ટેમ્બરમાં આવું થયું તો વર્ષ 2015 બાદ સૌથી ઓછો વરસાદ હશે. હવામાન વૈજ્ઞાનિકો પ્રમાણે તેની પાછળનું કારણ અલ નીનો છે, જેના કારણે ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં ઓછા વરસાદની આશંકા રહેલી છે. હવે હવામાન વિભાગે રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું, (123 વર્ષથી) ત્યારથી ઓગસ્ટ મહિનામાં આટલો ઓછો વરસાદ ક્યારેય થયો નથી. આ વર્ષનો ઓગસ્ટ ઈતિહાસનો બીજો સૌથી ડ્રાઈ ઓગસ્ટ બનવા તરફ છે.
દિલ્હીમાં ભીષણ ગરમીની અસર, મુંબઈમાં પણ ઓછો વરસાદ
રાજધાની દિલ્હીમાં ગરમીની અસર જોવા મળી રહી છે. ભલે પારો 40ની નીચે છે, પરંતુ લોકોને મે-જૂન જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સ્કાઈમેટ અનુસાર 2022 બાદથી મોનસૂન દરમિયાન રાજધાનીનો સૌથી લાંબો ડ્રાઈ સ્પેલ હોઈ શકે છે. જૂન, જુલાઈમાં સારો વરસાદ થયો પરંતુ ઓગસ્ટમાં ઓછો વરસાદ થયો છે. અત્યારે મોનસૂનનો જે વરસાદ સામાન્યથી 8 ટકા વધુ છે તે આગળ ઘટવાની આશંકા છે. મુંબઈમાં સારા વરસાદની શક્યતા ખુબ ઓછી છે. હવામાન નિષ્ણાંતો અનુસાર મુંબઈમાં મોનસૂનના ગતિ પકડવાની કોઈ શક્યતા નથી, કારણ કે વરસાદ આપવા માટે કોઈ સિસ્ટમ તૈયાર થઈ રહી નથી.
દેશમાં શું છે ચોમાસાની સ્થિતિ
દેશભરમાં ચોમાસાની સ્થિતિની વાત કરીએ તો આ વખતે સીઝન બદલાયેલી લાગે છે. 1970 બાદ દિલ્હીમાં પૂર આવ્યું તો ઉત્તરાખંડ અને હિમાચલમાં પણ આ સ્થિતિ છે. હિમાચલ, ગુજરાત અને રાજસ્થાનની વાત કરીએ તો અહીં સામાન્યથી વધુ વરસાદ થયો છે. લદ્દાખમાં 181 ટકા, હિમાચલમાં 38 ટકા, ગુજરાતમાં 20 ટકા તો રાજસ્થાનમાં 18 ટકા વધુ વરસાદ થયો છે. તો બિહાર, ઝારખંડ, કર્ણાટક, છત્તીસગઢ, કેરલ આ રાજ્યોમાં ઓછો વરસાદ થયો છે. કેરલમા0ં 47 તો બિહારમાં 25 ટકા અને યૂપીમાં 13 ટકા ઓછો વરસાદ થયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે