બાગપતમાં વાંદરાઓ પર લાગ્યો હત્યાનો આરોપ, આ રીતે કરી દુર્ઘટના...

મૃતકનાં ભાઇ કૃષ્ણપાલ સિંહ દ્વારા કરાયેલી ફરિયાદ અનુસાર ધર્મપાલ સિંહ હવન માટે લાકડીઓ એકત્ર કરવા માટે ગયા હતા

બાગપતમાં વાંદરાઓ પર લાગ્યો હત્યાનો આરોપ, આ રીતે કરી દુર્ઘટના...

બાગપત : બાગપતથી એક વિચિત્ર સમાચારો સામે આવી રહ્યા છે. અહીં વાંદરા પર હત્યાનો આરોપ લાગ્યો છે. ઘટના બાગપતનાં ટિકરી ગામની છે. પરિવારજનોનો આરોપ છે કે બંદરોના કથિત હૂમલામાં એક વૃદ્ધનું મોત થઇ ગયું. મૃતકનાં પરિવારજનોએ ઘટના અંગે પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરાવી છે. જો કે પોલીસે ઘટનાને દુર્ઘટના ગણાવી છે. રમાલા પોલીસ ક્ષેત્રાધિકારી રાજીવ પ્રતાપ સિંહે શનિવારે જણાવ્યું કે, પોલીસને આ દુર્ઘટના અંગે માહિતી આપવામાં આવી છે અને અમે કેસ ડાયરીમાં કેસ નોંધી લીધો છે, ત્યાર બાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. 

પોલીસે જણાવ્યું કે, તપાસ દરમિયાન સાંભળવા મળ્યું કે ટિકરી ગામ નિવાસી ધર્મપાલ ગત્ત 17 ઓક્ટોબરના રોજ ઇંટના એક પિલ્લર પાસે આરામ કરી રહ્યા હતા. આ દરમિયાન વાંદરાઓ ઇંટના પિલ્લર પર કુદ્યા, જેના કારણે આ પિલ્લર નીચે પડી ગયું હતું. ઘટનામાં ધર્મપાલ ઘાયલ થઇ ગયો, જેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઇ ગયું. 

બીજી તરફ મૃતકનાં ભાઇ કૃષ્ણપાલ સિંહ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર ધર્મપાલ સિંહ હવન માટે લાકડીઓ એકત્ર કરવા માટે ગયા હતા. બીજી તરફ બંદરોએ તેમના પર ઇંટ ફેંકી, જેના કારણે માથુ અને છાતીમાં ઘા વાગતા ધર્મપાલનું મોત થઇ ગયું. કૃષ્ણપાલસિંહે કહ્યું કે, અમે વાંદરાઓ વિરુદ્ધ એક લેખીત ફરિયાદ આપી છે. જો કે પોલીસ આ મુદ્દાને દુર્ઘટના ગણાવી રહી છે અને કોઇ કાર્યવાહી નથી કરી રહી. હવે અમે આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી કાર્યવાહીની માંગ કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news