હજ યાત્રા દરમિયાન કાબામાં BJP સરકાર અને RSS માટે બદદુવા માંગી રહ્યાં છે મુસ્લિમો! વીડિયો વાયરલ
Mohsin Raza on Haj Yatra: હજ યાત્રા દરમિયાન કાબામાં શ્રદ્ધાળુઓનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયો પર યુપીમાં રાજકારણ ગરમાયું છે. આ અંગે યુપી સરકારના પૂર્વ મંત્રીએ ઘેરો વાંધો વ્યક્ત કર્યો છે. તેણે આ વીડિયોની તપાસની માંગ કરી છે.
Trending Photos
લખનઉઃ ઉત્તર પ્રદેશમાં હજ યાત્રામાં ગયેલા યાત્રીકોનો એક વીડિયો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કાબામાં ભેગા થયેલા ભારતીય હજ યાત્રીઓની બદદુવાનો આ વીડિયો છે. તેને યોગી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી બનાવવામાં આવેલા મોહસિન રઝાએ ટ્વીટ કર્યો છે. આ ટ્વીટ સાથે તેણે પવિત્ર કાબામાં આ રીતે શ્રાપ આપનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. ટ્વીટમાં મોહસિન રઝા દાવો કરતા જોવા મળી રહ્યાં છે કે હજ દરમિયાન ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના નાશ માટે દુવાઓ માંગવામાં આવી રહી છે. મોહસિન રઝાએ વીડિયો પર આકરો વિરોધ વ્યક્ત કરાવ્યો છે. આ વીડિયોને તેમણે પીએમ મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ સહિત તમામ લોકોને ટેગ કરી તપાસની માંગ કરી છે.
મોહસિન રઝાએ ટ્વીટમાં લખ્યું કે કાબા જેવી પવિત્ર જગ્યા પર આ પ્રકારની હરકત કરનારની નાગરિકતાને સમાપ્ત કરી તેની માનસિકતાવાળા દેશમાં મોકલવા જોઈએ. હકીકતમાં આ દિવસોમાં મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર સ્થળ કાબામાં હજ યાત્રા ચાલી રહી છે. દેશમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હજ યાત્રા પર ગયા છે. હજ યાત્રા પર ગયેલા લોકો ત્યાંના વીડિયો શેર કરી રહ્યાં છે. તેમાં લોકો પોતાના દેશ, સમાજ, પરિવાર માટે દુવાઓ માંગતા જોવા મળી રહ્યાં છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં લોકો બદદુવા માંગી રહ્યાં છે.
हज जैसी पवित्र यात्रा और काबा जैसे मुक़द्दस स्थान पर भी देश विरोधी विदेशी ताकतों के हाथ के खिलौने ये चंद लोग जिन्होंने अपनी नकारात्मकता वाली सोच का प्रदर्शन किया है ये लोग देश की भाजपा सरकार और आरएसएस के नाश की बद्दुआ कर रहे हैं, (1/3) pic.twitter.com/5WikHUGx30
— Mohsin Raza (@Mohsinrazabjpup) June 20, 2023
મોહસિન રઝાએ ટ્વિટ કરેલા વીડિયોમાં ખૂબ જ ગુસ્સાભર્યું વલણ દર્શાવ્યું છે. તેમણે લખ્યું છે કે આ થોડા લોકો જેમણે પોતાની નકારાત્મકતા દર્શાવી છે, તેઓ હજ જેવા પવિત્ર યાત્રા અને કાબા જેવા પવિત્ર સ્થળ પર પણ દેશ વિરોધી વિદેશી શક્તિઓના હાથના રમકડા છે. આ લોકો દેશની ભાજપ સરકાર અને આરએસએસના વિનાશને કોસતા રહ્યા છે. તેણે લખ્યું કે હું ભારત સરકાર પાસે માંગ કરું છું કે આ લોકોની તપાસ થવી જોઈએ.
ટ્વીટમાં મોહસિને માંગ કરી છે કે તેની પાછળ છુપાયેલા લોકો અને સંગઠનોની તપાસ થાય. તેવા લોકો અને સંગઠનો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરવો જોઈએ. તેની નાગરિકતા સમાપ્ત કરી તેને તેની માનસિકતાદાળા દેશમાં મોકલવા જોઈએ. મોહસિન રઝાએ પોતાના ટ્વીટમાં પીએમ મોદી, અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ યોગીની સાથે ભાજપ અને ભાજપ સાથે જોડાયેલા સંગઠનોને ટેગ કર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે