જાણો કયા કર્મચારીઓને મળશે મોદી સરકારનું દિવાળી બોનસ
મોદી સરકારે 30 લાખથી વધુ કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની વાત કરી હતી. હવે સવાલ એ છે કે, આ બોનસ કયા કર્મચારીઓને મળશે અને ક્યારે મળશે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયામાં ચીની વાયરસનો કહેરને પગલે ભીષણ આર્થિક નુકસાનીનો સામનો કરવો પડ્યો છે. તેનાથી અનેક લોકોના તો જીવ ગયા છે, પણ સાથે જ આર્થિક સંકટને કારણે જીવન
પણ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયું છે. આ સમયે નવરાત્રિ (navaratri) નું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં દિવાળી (diwali) નો તહેવાર પણ છે. તેને ધ્યાનમાં રાખીને ગત બુધવારે કેન્દ્ર સરકારે (narendra modi) એક મોટી જાહેરાત કરી હતી.
કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપશે મોદી સરકાર
તમને જણાવી દઈએ કે, મોદી સરકારે 30 લાખથી વધુ કર્મચારીઓને દિવાળી બોનસ આપવાની વાત કરી હતી. તેના દ્વારા લોકોને કુલ 3737 કરોડ રૂપિયા બોનસ મળશે. હવે સવાલ એ છે કે, આ બોનસ કયા કર્મચારીઓને મળશે અને ક્યારે મળશે.
કોને કોને તેનો લાભ મળશે
કેન્દ્ર સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, ભારતીય રેલવે, ડાક, રક્ષા, ઈપીએફઓ અને ઈએસઆઈસી સહિત અન્ય વ્યવસાયિક સંસ્થાઓના 16.97 લાખ નોન-ગેઝેટેડ (બિન-રાજપત્રિત) કર્મચારીઓને બોનસ આપવામાં આવશે. તેનાથી સરકાર 2791 કરોડ રૂપિયાનો આર્થિક ભાર પડશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ બોનસ સીધા જ સરકારી કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. સરકાર તરફથી આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કર્મચારીઓનું બોનસ એક સપ્તાહની અંદર આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે