વડા પ્રધાને પોતાના ઈન્ટરવ્યૂમાં વિપક્ષના એજન્ડાને સંપૂર્ણપણે ધ્વસ્ત કર્યોઃ ભાજપ

આ અગાઉ કોંગ્રેસે અનેક ટીવી ચેનલ પર પ્રસારિત થયેલા વડા પ્રધાનના ઈન્ટરવ્યૂ પર પ્રહાર કર્યા હતા 

વડા પ્રધાને પોતાના ઈન્ટરવ્યૂમાં વિપક્ષના એજન્ડાને સંપૂર્ણપણે ધ્વસ્ત કર્યોઃ ભાજપ

નવી દિલ્હીઃ ભાજપે જણાવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટીવી ચેનલ પર પ્રસારિત પોતાના વ્યાપક અને વિસ્તૃત ઈન્ટરવ્યુમાં વિરોધ પક્ષોના 'પ્રેરિત એજન્ડા'ને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યો છે. 

કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન મોદીના ઈન્ટરવ્યુને 'ફિક્સ્ડ' જાહેર કરાયા બાદ અને તેમને પત્રકાર પરિષદનો સામનો કરવાનો પડકાર આપ્યા બાદ વિરોધ પક્ષ પર વળતો હુમલો કરતાં ભાજપના પ્રવક્તા નલિન કોહલીએ જણાવ્યું કે, તે (કોંગ્રેસ) વડા પ્રધાનની ટિપ્પણીઓના સકારાત્મક સંદેશાને નકારવા માટે વ્યગ્રતા સાથે 'ઓવરટાઈમ' કરી રહી છે.

આ એક સત્યવાદી ઈન્ટરવ્યૂ હતો 
કોહલીએ જણાવ્યું કે, 'આ એક વ્યાપક, વિસ્તૃત અને સ્પષ્ટ મત વ્યક્ત કરતો ઈન્ટરવ્યુ છે. જેમાં વડા પ્રધાને છેલ્લા કેટલાક સમયથી મીડિયામાં પ્રકાશિત થઈ રહેલા વિવિધ મુદ્દાઓ ઉપર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે. આ ઈન્ટરવ્યુએ વિરોધ પક્ષોના પ્રેરિત એજન્ડા અને તેમાં છુપાયેલા હિતને સંપૂર્ણપણે ધ્વસ્ત કરી નાખ્યા છે. જે આ સરકારની છબી અને કામકાજને ધૂંધળી બનાવવા કરવા માગે છે.'

ભાજપના જ એક અન્ય પ્રવક્તા શાહનવાઝ હુસેને પણ જણાવ્યું કે, છેલ્લા કેટલાક મહિનાથી વિરોધ પક્ષ જે અપપ્રચાર કરી રહ્યો હતો, તેને વડા પ્રધાને માત્ર એક ઈન્ટરવ્યૂમાં ધ્વસ્ત કરી નાખ્યો છે. આ સત્યની તાકાત અને પ્રતિબદ્ધતા છે. 

કોંગ્રેસે કર્યા હતા ઈન્ટરવ્યૂ સામે પ્રહાર
આ અગાઉ કોંગ્રેસ દ્વારા અનેક ટીવી ચેનલો પર પ્રસારિત વડા પ્રધાનના ઈન્ટરવ્યૂ પર પ્રહાર કરવામાં આવ્યા હતા. જેના જવાબમાં ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસને દાવો કર્યો હતો કે, આ ઈન્ટરવ્યૂ સંપૂર્ણ રીતે વાકપટુતાપૂર્ણ હતો અને તેમાં ક્યાંય પણ વાસ્તવિક્તાનો ઉલ્લેખ કરાયો નથી કે અગાઉ આપવામાં આવેલા વચનો અંગે કોઈ પ્રતિક્રિયા અપાઈ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news