Love Jihad:સાચવજો! તનવીર નામ બદલીને બન્યો યશ, મૉડલ માનવીના આરોપોએ મચાવ્યો હંગામો!

Tanveer Akhtar: આ વાર્તા બિહારમાં રહેતી એક મોડલની છે. આ મૉડલ રાંચીની એક મૉડલિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પહોંચે છે, જ્યાં તે ઇન્સ્ટિટ્યૂટના માલિક યશને મળે છે, પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે યશનું સાચું નામ તનવીર છે, ત્યારે તે ચોંકી જાય છે. અહીંથી આખી વાર્તામાં ટ્વિસ્ટ આવે છે.

Love Jihad:સાચવજો! તનવીર નામ બદલીને બન્યો યશ, મૉડલ માનવીના આરોપોએ મચાવ્યો હંગામો!

મુંબઈ/રાંચીઃ Model Manvi Raj Singh: લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આ ઘટનાક્રમમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં એક મોડલે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવતા વ્યક્તિ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. આટલું જ નહીં મામલો એટલો આગળ વધી ગયો છે કે મોડલે ઈન્સ્ટિટ્યૂટના માલિક સામે લવ જેહાદનો કેસ દાખલ કર્યો છે. આ કેસ મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે પરંતુ મુંબઈ પોલીસે આ કેસ રાંચી પોલીસને ટ્રાન્સફર કરી દીધો છે. કારણ કે મોડલિંગ ઈન્સ્ટિટ્યૂટ રાંચીમાં જ છે. રાંચી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અંગે બંને પક્ષોના નિવેદનો પણ સામે આવ્યા છે.

તનવીરે પોતાનું નામ યશ બતાવ્યું
વાસ્તવમાં, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો બિહારના ભાગલપુરમાં રહેતી મૉડલ માનવી રાજ સિંહનો છે. માનવી મોડલિંગ કરે છે અને થોડા સમય પહેલા તેણે રાંચીની એક મોડલિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. આ ઇન્સ્ટિટ્યૂટ જેઓ મોડેલિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે તેમને તૈયાર કરે છે. અહીં તેની મુલાકાત એક એવી વ્યક્તિ સાથે થઈ જે પોતાને સંસ્થાનો માલિક અને પોતાને યશ કહે છે. બંનેની મુલાકાત આગળ વધી.

— ANI (@ANI) May 31, 2023

બ્લેકમેલની પ્રક્રિયા પણ શરૂ થઈ
આ દરમિયાન માનવી રાજ સિંહને ખબર પડી કે તેનું અસલી નામ યશ નહીં પણ તનવીર અખ્તર છે. તેને રાંચી શહેર છોડી દીધું અને મુંબઈ આવી ગઈ. ત્યાં માનવીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. તેણે કહ્યું કે મિત્રતા દરમિયાન તેણે હોળી પર નશાની ગોળીઓ ખવડાવી હતી અને તેની કેટલીક તસવીરો પણ લીધી હતી. આ પછી તનવીરે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દીધું અને મારપીટની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ.

તનવીર અખ્તરે આપ્યો આ જવાબ
આટલું જ નહીં, મોડલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તનવીર તેના પર ધર્મ બદલવા અને લગ્ન કરવા માટે દબાણ કરવા લાગ્યો હતો. કંટાળીને તે મુંબઈ આવી ગઈ. પરંતુ તેમ છતાં તે તેને બ્લેકમેલ કરતો રહ્યો. બીજી તરફ તનવીર અખ્તરે પણ એફિડેવિટમાં કબૂલ્યું હતું કે તે તેને હેરાન કરતો હતો પરંતુ તેનો તેને કોઈ પણ પ્રકારે નુકસાન કરવાનો ઈરાદો નહોતો, બલ્કે તે સાથે રહેવા માટે આવું કરતો હતો. મોડલના આરોપોને ફગાવી દેતાં તેણે કહ્યું કે માનવી તેના બોયફ્રેન્ડ સાથે મળીને તેને બ્લેકમેલ કરી રહી છે.

રાંચી પોલીસે તપાસ શરૂ કરી
તનવીરે એમ પણ કહ્યું કે તેણીએ મારા ધંધાને નુકસાન પહોંચાડ્યું અને ત્યારપછી જ્યારે મેં તેની પાસેથી વળતરની માંગ કરી તો તે મને બ્લેકમેલ કરી રહી છે. હાલમાં બંને એકબીજા પર બ્લેકમેલિંગનો આરોપ લગાવી રહ્યા છે. એક અન્ય અહેવાલ મુજબ, આ બધું વર્ષ 2020 માં શરૂ થયું જ્યારે માનવી તનવીરની મોડેલિંગ એજન્સીમાં જોડાઈ. હવે રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news