J&K: જમ્મુના 5 જિલ્લાઓમાં મોબાઈલ ફોન સેવા ફરીથી શરૂ કરવામાં આવી
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. જેનાથી ત્યાનું જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં ધીરે ધીરે છૂટ આપવામાં આવી રહી છે. જેનાથી ત્યાનું જનજીવન ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યું છે. હાલ જમ્મુના પાંચ જિલ્લા ડોડા, કિશ્તવાડા, રામબન, રાજૌરી અને પૂંછમાં મોબાઈલ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અહીં 5 ઓગસ્ટ બાદથી મોબાઈલ ફોન સેવા બંધ કરી દેવામાં આવી હતી.
આ અગાઉ બુધવારે જ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરાત કરી હતી કે સરકાર કૂપવાડા અને હંદવાડા જિલ્લાઓમાં મોબાઈલ ફોન કનેક્ટિવિટી ખોલવા જઈ રહી છે. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે ફોન અને ઈન્ટરનેટનો ઉપયોગ લોકો દ્વારા ઓછો થાય છે, મોટાભાગે તેનો ઉપયોગ આતંકવાદીઓ કરે છે.
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે 'આ અમારા વિરુદ્ધ ઉપયોગમાં લેવાતું એક પ્રકારનું હથિયાર છે. આથી અમે તેના પર રોક લગાવી છે. ધીરે ધીરે સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવશે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે