VIDEO: મિઝોરમમાં ચાલુ ગાડીમાં નિકળ્યા PM, લોકોએ આમ કર્યું સ્વાગત

રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોંગ્રેસ વિકાસ નહી પરંતુ લટકાવવા, અટકાવવા અને ભટકાવવાની સંસ્કૃતીવાળી પાર્ટી છે, જેના માટે ભ્રષ્ટાચાર જ રાજનીતિનો આધાર છે

VIDEO: મિઝોરમમાં ચાલુ ગાડીમાં નિકળ્યા PM, લોકોએ આમ કર્યું સ્વાગત

લુંગલેઇ: વડાપ્રધાન મોદી ચૂંટણી પ્રચાર અંગે મિઝોરમની રાજધાની આઇજોલ પહોંચ્યા. અહીં તેમણે ગાડીમાંથી બહાર નિકળવા અંગે લોકોનું અભિવાદન કર્યું. વડાપ્રધાન મોદી જે રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા, રસ્તાની બંન્ને તરફ હજારોની સંખ્યામાં તેમના સમર્થક અને ભાજપ કાર્યકર્તાઓ ઉભા રહીને તેમની રાહ જોઇ રહ્યા હતા. અહીં તેમણે એક ચૂંટણી રેલીને પણ સંબોધિત કરી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, અમારી આ પ્રતિબદ્ધતા છે કે મિજો સમાજને સંવિધાનમાં જે પણ અધિકાર મળ્યા છે તેની દર કિંમત પર રક્ષા કરવામાં આવશે. 

કોંગ્રેસ પર વરસદા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ વિકાસની જ નહી, લટકાવવા, અટકાવવા અને ભટકાવવાની સંસ્કૃતીવાળી પાર્ટી છે. જેના માટે ભ્રષ્ટાચારની રાજનીતિનો આધાર છે, એવામાં બેવડા એન્જિનવાળા વિકાસને આગળ વધારવા માટે લોકોને ભાજપને જનાદેશ આપવાની અપીલ કરી. તેમણે કહ્યું કે,મિઝોરમથી માંડીને મધ્યપ્રદેશ સુધી, છત્તીસગઢથી માંડીને રાજસ્થાન સુધી કોંગ્રેસની આ જ કહાની છે. ભ્રષ્ટાચાર અને ભાઇ-ભત્રીજાવાદના આરોપોથી ઘેરાયેલી પોતાની સરકારને બચાવવા માટે કોંગ્રેસ અહીં પણ આ જ ફોર્મ્યુલા પર ચાલી રહી છે. 

તેમણે કહ્યું કે, દેશને કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નીતિ સમજમાં આવી ચુકી છે અને એટલા માટે તેઓ હવે કેટલાક રાજ્યો સુધી સમેટાઇ ચુકી છે. વડાપ્રધાને કહ્યું કે, ભાજપ માત્ર અને માત્ર દેશના વિકાસને ધ્યેય બનાવીને આગળ વધી રહ્યા છે. તેમણે કહ્યું કે પૂર્વોત્તર માટે એક્ટ ઇસ્ટ અને એક્ટ ફાસ્ટ નીતિ પર ચાલતા ગત્ત સાડા ચાર વર્ષમાં તેમની સરકારે પૂર્વોત્તરે આ ક્ષેત્રને વિકાસ સાથે જોડ્યું છે. 

— ANI (@ANI) November 23, 2018

તેમણે કહ્યું કે, ભારતનો સંપુર્ણ વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે અમારો તે પૂર્વી હિસ્સો વિકસિત થશે. ભાજપ પૂર્વોત્તરનાં વિકાસ માટે સમર્પિત છે. ખાસ કરીને સમ્પર્ક, રાજમાર્ગ, રેલ્વે, એરવે, વોટર વે અને આઇવે પર જોર છે. વડાપ્રધાને કહ્યું કે, પરિવહન દ્વારા પરિવર્તન અહીં વિકાસ માટેનો અમારો એજન્ડા છે મિઝોરમમાં માર્ગ અને અન્ય સુવિધાઓ મુદ્દે પ્રદેશ સરકારની આલોચના કરતા તેમણે કહ્યું કે, મિઝોરમમાં માર્ગ અને અન્ય રસ્તાઓની આ પરિસ્થિતી ત્યારે છે જ્યારે મુખ્યમંત્રી પોતે પીડબલ્યુડીના પણ મંત્રી છે. વરસોથી પીડબલ્યુડી વિભાગ તેમની પાસે છે. 

તેમણે કહ્યું કે, માર્ગની સાથે સાથે વિજળીની પરિસ્થિતી પણ ખસ્તા છે અને તે વિભાગ પણ મુખ્યમંત્રી પાસે છે. ગામે ગામના લોકો વિજળીના કાપથી પરેશાન છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમપર્ક સારો બનવાથી તમારૂ જીવન તો સરળ થશે જ, જીવન સુગમતા વધે જ છે, તેનો ઘણો મોટો પ્રભાવ પર્યટન ક્ષેત્ર પર પડે છે. કોંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યં કે, પૂર્વોત્તરમાં અલગ-અલગ સ્થળો પર તેમને જે સ્થાનીક વેશભુષા આપવામાં આવે છે, તેને કોંગ્રેસનાં નેતાઓ વિચિત્ર માને છે, અહીં આવીને મોટી મોટી વાતો કરનારા કોંગ્રેસ નેતાઓનું આ સત્ય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news