અતીક અહેમદની હત્યા બાદ કેમ થઈ રહી છે મિર્ઝાપુર વેબ સિરીઝની ચર્ચા? શું આમાંથી લેવાયો હતો આઈડિયા?

Mirzapur Web Series Trending On Twitter : હાલમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આ ચર્ચાની સાથે સાથે હવે થોડા સમય પહેલાં આવેલી ખુબ હીટ વેબસીરિઝની પણ ચર્ચા થઈ રહી છે. જીહાં મિર્ઝાપુર વેબસિરિઝની હાલ કેમ થઈ રહી છે ચર્ચા એ વાત જાણવા જેવી છે....

અતીક અહેમદની હત્યા બાદ કેમ થઈ રહી છે મિર્ઝાપુર વેબ સિરીઝની ચર્ચા? શું આમાંથી લેવાયો હતો આઈડિયા?

Mirzapur Web Series Trending On Twitter : વેબસિરિઝ એ આજકાલ ફિલ્મો કરતા પણ વધારે હીટ ફોર્મેટ છે. એમાંય જ્યારે વેબસિરિઝનું નામ આવે ત્યારે સૌથી વધારે જો કોઈ હીટ વેબસિરિઝ હોય તો એમાં મિરઝાપુરનું નામ જરૂર આવે છે. કાલીન ભૈયા, ગુડ્ડુ ભૈયા અને યુપીના ગેંગસ્ટરની કહાની જોવા જેવી છે. હાલ અતીક અહેમદની હત્યા બાદ સોશિયલ મીડિયા પર આ વેબસિરિઝ ખુબ વાયરલ થઈ રહી છે. શું આ ડબલ મર્ડર અને મિરઝાપુર વેબસિરિઝ વચ્ચે કોઈ કનેકશન છે? 

ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરાફ અહેમદની ગઈ કાલે ગોળી મારીને સરેઆમ હત્યા કરી દેવામાં આવી. પોલીસ જાપ્તામાં આરોપીઓ મીડિયા ચેનલને ઈન્ટરવ્યૂ આપી રહ્યાં હતા એજ આ ઘટના બની હતી. અચાનક હુમલાખોરો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું. એક બાદ એક ગોળીઓ અતીક અને અશરફના શરીરમાં ધરબી દેવામાં આવી.

ઉલ્લેખનીય છેકે, ગઈકાલે રાત્રે પ્રયાગરાજ ખાતેની જાણીતી કોલેજ બહાર આ ઘટના બની. જેમાં બન્ને ભાઈઓને બંનેને ગોળી વાગી હતી, જે બાદ બંનેનું મોત થયું હતું. આ ઘટના પ્રયાગરાજમાં બની હતી. હવે અતીક અહેમદની હત્યાનો મામલો દરેક જગ્યાએ ચર્ચામાં છે, તેની સાથે જ વેબ સિરીઝ મિર્ઝાપુર પણ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.

લોકો ટ્વિટર પર મિર્ઝાપુરને અતિક અહેમદ સાથે જોડીને ટ્વિટ કરી રહ્યા છે. વાસ્તવમાં, મિર્ઝાપુર પ્રાઇમ વિડિયોની ખૂબ જ લોકપ્રિય ક્રાઇમ થ્રિલર શ્રેણી છે, જે લોકોમાં એક અલગ જ ફેન ફોલોઇંગ ધરાવે છે. ત્યારે જોઈએ આ આ ઘટનાને સાંકળીને લોકો સોશિયલ મીડિયા પર શું કહી રહ્યાં છે.

 

— ANI (@ANI) April 15, 2023

 

લોકોએ આ રીતે પ્રતિક્રિયા આપી-
એક ટ્વિટર યુઝરે લખ્યું, 'મિર્ઝાપુરની ત્રીજી સિઝનમાં ઘણો સમય લાગી રહ્યો છે, તેથી પહેલા થોડું ટીઝર બતાવવામાં આવ્યું.' મિર્ઝાપુરની સાથે લોકો ગુડ્ડુ ભૈયાના નામથી પણ ટ્વીટ કરી રહ્યા છે.

અન્ય એક ટ્વિટર યુઝરે ટ્વિટ કર્યું, "મિર્ઝાપુર વાસ્તવિક યુપીની તુલનામાં કંઈ નથી." લોકોની આવી અનેક ટ્વિટ જોવા મળી રહી છે.

— DJOKER♠️ (@AniketN_79) April 15, 2023

ઘણા સમયથી મિર્ઝાપુર 3 ની રાહ જોવાઈ રહી છે-
જો કે મિર્ઝાપુરની પહેલી અને બીજી બંને સિઝન ખૂબ પસંદ કરવામાં આવી હતી. લોકો લાંબા સમયથી તેની ત્રીજી સીઝનની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ સિઝનનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. જો કે, આ રિલીઝ કેટલો સમય પછી થશે તે હજુ બહાર આવ્યું નથી. જોકે રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દર્શકોને આ વર્ષે જ મિર્ઝાપુર 3 ની ગિફ્ટ મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news