બદલાયું મિનિસ્ટ્રી ઓફ શિપિંગ વિભાગનું નામ, PM મોદીએ ગુજરાતીઓને સંબોધનમાં કરી જાહેરાત
Trending Photos
- હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે.
- તેમણે કહ્યું કે, ગત 2 દાયકામાં પારંપારિક બંદર સંચાલનથી નીકળીને નવુ મોડલ ગુજરાતાં લાગુ કરાયું છે. આ મોડલ એક બેન્ચમાર્ક બન્યું છે
ઝી મીડિયા/બ્યૂરો :મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસનો આજે શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (narendra modi) આ રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ઘોઘા હજીરા રોપેક્ષ (ghogha hazira ro pax ferry) સેવાનો આજથી પ્રારંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણથી આ સુવિધાને ખુલ્લી મૂકી છે. ત્યારે આ વર્ચ્યૂઅલ લોકાર્પણમાં પીએમ મોદીએ ગુજરાતીઓને સંબોધન કર્યું હતું. સાથે જ એક મટી જાહેરાત પણ કરી હતી. તેઓએ મિનિસ્ટ્રી ઓફ શિપિંગ (ministry of shipping) નું નામ બદલાયું હોવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે, હવે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝ કરાયું છે.
આ પણ વાંચો : 300 મીટરની ઊંડી ખીણ જોઈને તમ્મરિયા આવી જાય, ત્યાં ખાબકી ગુજરાતી યુવકોની કાર
મિનિસ્ટ્રી ઓફ શિપિંગનું નામ બદલાયું
એક મહત્વની વાત કરતા તેઓએ જણાવ્યું કે, હવે મિનીસ્ટ્રી ઓફ શિપિંગનું નામ પણ બદલવામાં આવ્યું છે. તેને બદલે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ શિપિંગ અને વોટર બેઝના નામથી ઓળખવામાં આવશે. મોટાભાગે શિપિંગ મંત્રલાય જ પોર્ટ અને વોટર મંત્રાલય હોય છે મંત્રાલયના નામમાં સ્પષ્ટતા આવવાથી કામમાં પણ સ્પષ્ટતા આવશે. આત્મનિર્ભર ભારત બ્લ્યૂ ઈકોનોમીના ભાગને મજબૂત કરવા સમુદ્ર સાથે જોડાયેલ લોજિસ્ટિકને મજબૂત કરવુ જરૂરી છે. હાલ અર્થ વ્યવસ્થા પર લોજિસ્ટિક પર થતો ખર્ચ વધુ છે. આપણા દેશમાં આપણા દેશમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ છે. તેને ઘટાડવા પર ફોકસ કરાઈ રહ્યું છે. રોડ, રેલ, એર અને શિપિંગ જેવા ઈન્ફ્રાસ્ટ્ર્કચરની કનેક્ટિવિટી વધુ સારી થાય. દેશમાં મલ્ટિમોડલ લોજિસ્ટિકનું નિર્માણ થઈ રહ્યું છે. પાડોશી દેશ સાથે પણ મળીને કામ કરી રહ્યાં છે. આ તમામ પ્રયાસોથી આપણે લોજિસ્ટીક કોસ્ટને ઓછી કરવામાં સફળ થશું. લેજોસ્કીની કિંમતને કાબૂ કરવામાં આર્થવ્યવસ્થાને નવી ગતિ મળશે.
આ પણ વાંચો : અમદાવાદીઓ વાંચી લો, રાત્રે આ સમય દરમિયાન જ ફોડી શકશો ફટાકડા, નહિ તો...
The name of Ministry of Shipping is being changed to Ministry of Ports, Shipping and Waterways: Prime Minister Narendra Modi pic.twitter.com/af7qQvu1tB
— ANI (@ANI) November 8, 2020
બંદરોના વેપારમાં 40 ટકા ફાળો ગુજરાતનો
તેમણે કહ્યું કે, ગત 2 દાયકામાં પારંપારિક બંદર સંચાલનથી નીકળીને નવુ મોડલ ગુજરાતાં લાગુ કરાયું છે. આ મોડલ એક બેન્ચમાર્ક બન્યું છે. આજે મુન્દ્રા ભારતનું સૌથી મોટું બહુ ઉદ્દેશી બંદર બન્યું છે. ગુજરાતના બંદરો દેશના પ્રમુખ સમુદ્રી કેન્દ્રો તરીકે ઉભર્યાં છે. ગત વર્ષે બંદરોમાં 40 ટકા વેપારમાં ગુજરાતનો ફાળો રહ્યો છે. ભાવનગર પોર્ટ પર દુનિયાનું પહેલુ સીએનજી ટર્મિલન બની રહ્યું છે. આ ઉપરાંત રોરો ટર્મિનલ, લિક્વિડ અને કન્ટેઈનર ટર્મિનલ પણ બનવાનું છે. આ મળતા જ ભાવનગર પોર્ટની ક્ષમતા અનેકગણી વધી જશે.
2014 પહેલા જળમાર્ગ પર કામ કરવા દ્રષ્ટિ ન હતી
સાગરમાલા પ્રોજે્કટ 500 થી વધુ પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યુ છે. અનેક પૂરા થયા છે. સમુદ્ર જળ માર્ગ હોય કે પછી નદીનો માર્ગ, ભારત પાસે સંશાધન રહ્યા છે અને એક્સપર્ટસની પણ કમી નથી. જળમાર્ગથી થતુ ટ્રાન્સપોર્ટેશન રસ્તા અને રેલ કરતા વધુ સસ્તુ છે. 2014 બાદ જ તેના પર કામ થઈ શક્યું છે. નદી, સમુદ્રો કો પહેલેથી જ ભારતમાં હતા, પણ તે સમયે દ્રષ્ટિ ન હતી. આજે દેશની નદીઓ પર ઈનલેન્ડ વોટર બેઝ પર કામ થઈ રહ્યું છે. તેનાથી લેન્ડલોર્ડ રાજ્યોને સમુદ્રથી જોડવામાં આવી રહ્યા છે. બંગાળની ખાડીમાં આપણી ક્ષમતાઓને વિકસી રહ્યા છે. દેશનો આ હિસ્સો આત્મનિર્ભર ભારત તરીકે ઉભરે તે માટે પ્રયાસો છે.
આ પણ વાંચો : પીએમ મોદીનું સ્વપ્ન પૂરુ કરવાની દોડમાં રાજકોટ, જલ્દી જ થઈ શકે છે એઈમ્સ હોસ્પિટલનું ખાત મુહૂર્ત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે