Corona થી બચવા માટે શું કરશો? આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન

કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આયુષ મંત્રાલયે (Ayush Ministry) એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી કેવી રીતે બચવું અને તેની સારવાર કેવી રીતે કરવી. આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી માર્ગદર્શિકા વિશે.

Corona થી બચવા માટે શું કરશો? આયુષ મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન

નવી દિલ્હીઃ કોરોનાના વધતા જતા કેસ વચ્ચે આયુષ મંત્રાલયે (Ayush Ministry) એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ ગાઈડલાઈનમાં લોકોને જણાવવામાં આવ્યું છે કે કોરોનાથી કેવી રીતે બચવું અને તેની સારવાર કેવી રીતે કરવી. આવો જાણીએ આયુષ મંત્રાલયની નવી માર્ગદર્શિકા વિશે.

કોરોના થતાં પહેલાં બચવા માટે
આયુરક્ષા કીટ-
ચ્યવનપ્રાશ 6 ગ્રામ દરરોજ,
આયુષ ક્વાથ (ઉકાળો)
સંશમની વટી
અણુ તેલ

કોરોના થાય તે પહેલાં આ 2 દવાઓનો કરી શકો છો ઉપયોગ
ગુડુચી ઘનવટી 500 મિલિગ્રામ દિવસમાં બે વાર
અશ્વગંધા 500 મિલિગ્રામ દિવસમાં બે વાર

કોરોના સામે કેવી રીતે રક્ષણ કરવું
આયુષ 64 - આ દવા એસિમ્પટમેટિક અને હળવા લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ લાભ આપે છે.

કાબાસૂર કુડીનીર દવા- તમે તેને પાણીમાં ઉકાળીને 5 ગ્રામ દિવસમાં બે વાર લઈ શકો છો.

હોમિયોપેથી (Homeopathy) દ્વારા બચવા માટે આર્સેનિક આલ્બમિન (Arsenicum Album) લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, 139 અભ્યાસના આધારે આયુષ મંત્રાલયે કોરોનાની સારવાર માટે આ નવી એડવાઈઝરી જારી કરી છે. આયુષ મંત્રાલયનું માનવું છે કે જો રોગપ્રતિકારક શક્તિ સારી હશે તો કોરોના સામેની લડાઈ સરળ બની જશે.

કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું કરો પાલન
તમને જણાવી દઈએ કે આયુષ મંત્રાલયે માસ્કનો ઉપયોગ, હાથની યોગ્ય સ્વચ્છતા, શારીરિક અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરવું, કોવિડ રસીકરણ, સ્વસ્થ આહાર, સારી રોગપ્રતિકારક શક્તિ અને અન્ય આરોગ્ય સંભાળ સાથે સંબંધિત નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news