યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન, હાથરસ ગેંપગેપ મામલે કરી આ વાત

હાથરસ ગેંગરેપ હત્યા (Hathras Gangrape and Murder Case) મામલે વિપક્ષી પાર્ટીઓ કાયદા વ્યવસ્થાને લઇને યોગી સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સીએમ યોગીનું રાજીનામું માંગી રહી છે. તો બસપા સુપ્રીમો માયાવતી કહી રહ્યાં છે કે, તેઓ ગોરખપુર જઇ મઠ ચલાવે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી અજિત પાલ (Ajit Pal)નું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે હાથરસને નાનો મુદ્દો ગણાવતા કહ્યું કે, વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે તેઓ નાના-મોટા મુદ્દાને લઇને આવી રહ્યું છે.
યુપીના મંત્રીનું વિવાદિત નિવેદન, હાથરસ ગેંપગેપ મામલે કરી આ વાત

નવી દિલ્હી: હાથરસ ગેંગરેપ હત્યા (Hathras Gangrape and Murder Case) મામલે વિપક્ષી પાર્ટીઓ કાયદા વ્યવસ્થાને લઇને યોગી સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સીએમ યોગીનું રાજીનામું માંગી રહી છે. તો બસપા સુપ્રીમો માયાવતી કહી રહ્યાં છે કે, તેઓ ગોરખપુર જઇ મઠ ચલાવે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી અજિત પાલ (Ajit Pal)નું વિવાદિત નિવેદન સામે આવ્યું છે. તેમણે હાથરસને નાનો મુદ્દો ગણાવતા કહ્યું કે, વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે તેઓ નાના-મોટા મુદ્દાને લઇને આવી રહ્યું છે.

અજિત પાલે કહ્યું કે, વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે તઓ નાના-મોટા મુદ્દા લઇને આવી રહ્યું છે. જનહિતનો કોઈ મુદ્દો તેમની પાસે નથી. કાયદો તેનું કામ કરી રહ્યો છે. સરકાર નિર્ણય લઈ રહી છે. વિપક્ષની પાસે કોઈ મુદ્દો નથી. તેથી તેઓ હાથરસ મામલે રાજકારણ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ડોક્ટરે કહ્યું કે, એવુ કંઇ થયુ નથી. તપાસમાં જે સામે આવશે તે ખબર પડી જશે.

TMC નેતાઓને પીડિત પરિવારને મળતા રોક્યા
આ સમગ્ર મામલે ઉત્તર પ્રદેશ પોલીસ પર સતત સવાલો ઉઠી રહ્યાં છે. આ વચ્ચે આજે પીડિત પરિવારથી મળવા ગયેલા તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના સાંસદોને યુપી પોલીસ (UP Police)એ પરત મોકલ્યા હતા. આ સાંસદોએ દિલ્હીથી 200 કિમીની મુસાફરી કરી હતી, પરંતુ ગામ પહોંચે તે પહેલા તેમને રોકવામાં આવ્યા અને પરત મોકલવામાં આવ્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, ડો. કાકોલી ઘોષ, પ્રતિમા મંડળ અને મમતા ઠાકુર (પૂર્વ સાંસદ) અલગ-અલગ ગયા હતા. હાથરસ (Hathras) ગયેલા એક સાંસદે કહ્યું, અમે શાંતિપૂર્વક હાથરસ ગયા હતા. અમે પીડિત પરિવારથી મળી તેમને સાંત્વના આપવા ઈચ્છતા હતા. અમારી પાસે હથિયાર તો નહોતા, જેથી અમને રોકવામાં આવ્યા. અમે જુદા જુદા ગયા હતા અને તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં હતા. તેમ છતાં રોકવાનો કોઈ અર્થ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news