PM મોદીએ લીધી ચોપર ક્રેશની સમગ્ર જાણકારી, રાજનાથ સિંહ બિપિન રાવતના ઘરે પહોંચ્યા
તમિલનાડુના કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાના અહેવાલ છે.
Trending Photos
નવી દિલ્હી: તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત એનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું.
હાલ સીડીએસ બિપિન રાવત અને તેમની પત્નીની સ્થિતિ વિશે કોઇ અપડેટ સેના દ્રારા આપવામાં આવ્યું નથી. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહ જનરલ બિપિન રાવતના ઘરે પહોંચી ગયા છે. એટલું જ નહે આ વિશે તે આવતીકાલે સંસદમાં પણ જાણકારી આપશે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. તો બીજી તરફ કેંદ્રીય મંત્રી રાજનાથ સિંહ સંસદ પહોંચીને હેલિકોપ્ટરને લઇને નિવેદન આપશે. આ ઉપરાંત વાયુસેના પ્રમુખ કુન્નુર રવાના થઇ ગયા છે. તમિલનાડુના વનમંત્રીના અનુસાર આ ઘટના બાદ આઠ લોકોની લાશ મળી આવી છે.
Tamil Nadu: કુન્નૂરમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, CDS બિપિન રાવત સહિત 14 લોકો હતા સવાર ...
For More Updates: https://t.co/FbjgZYuS8c#BREAKING #planecrash #AirForce #BippinRavat #ZEE24KALAK #news pic.twitter.com/NnqXRKoC2J
— Zee 24 Kalak (@Zee24Kalak) December 8, 2021
એરફોર્સે કરી પુષ્ટિ
ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
An IAF Mi-17V5 helicopter, with CDS Gen Bipin Rawat on board, met with an accident today near Coonoor, Tamil Nadu.
An Inquiry has been ordered to ascertain the cause of the accident. pic.twitter.com/cnKn7RNFeR
— Indian Air Force (@IAF_MCC) December 8, 2021
હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા
મળેલી વિગતો મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને એક સિનિયર અધિકારી હતા. અકસ્માત બાદ ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જો કે કોને કોને બચાવવામાં આવ્યા છે તે અંગે હજુ વિગતો મળી નથી. ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા. હેલિકોપ્ટર જે વિસ્તારમાં તૂટી પડ્યું તે જંગલ વિસ્તાર છે.
બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ અકસ્માત બાદ સીડીએસ જનરલ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે.
રક્ષામંત્રી સંસદમાં આપશે જાણકારી
રક્ષામંત્રી રાજનાથ સિંહ તમિલનાડુના નીલગિરિમાં સેનાના હેલિકોપ્ટરના દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની જાણકારી સંસદમાં આપશે.
હેલિકોપ્ટરમાં સવાર લોકોના નામ સામે આવ્યા
1. જનરલ બિપિન રાવત
2. શ્રીમતી મધુલિકા રાવત
3. એલ.એસ. લિડ્ડર
4. લે.કર્નલ હરજિંદર સિંહ
5. નાયક ગુરુસેવક સિંહ
6. જીતેન્દ્રકુમાર
7. વિવેકકુમાર
8. બી. સાઈ તેજા
9. SAV સતપાલ
વધુ વિગતો માટે જુઓ Video
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે