રાજસ્થાનમાં આકાશમાંથી ભડભડ સળગતો આગનો ગોળો પડ્યો અને પછી...

જિલ્લાનાં સાંચોર ગામમાં શુક્રવારે સવારે એક ઉલ્કાપિંડ પડવાને કારણે સનસની ફેલાઇ ગઇ હતી. ઉલ્કાપિંડને જોવા માટે સૌથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ત્યાર બાદ પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં તેને ત્યાંથી હટાવીને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર કોઇ ધાતુનો સામાન હોય તેવા પ્રકારનો આ ઉલ્કાપિંડ 2.788 કિલોગ્રામનાં વજનનો છે. 
રાજસ્થાનમાં આકાશમાંથી ભડભડ સળગતો આગનો ગોળો પડ્યો અને પછી...

જાલોર : જિલ્લાનાં સાંચોર ગામમાં શુક્રવારે સવારે એક ઉલ્કાપિંડ પડવાને કારણે સનસની ફેલાઇ ગઇ હતી. ઉલ્કાપિંડને જોવા માટે સૌથી મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યાં હતા. ત્યાર બાદ પોલીસ અને તંત્રના અધિકારીઓની હાજરીમાં તેને ત્યાંથી હટાવીને સુરક્ષીત સ્થળ પર ખસેડવામાં આવ્યો હતો. પોલીસ અનુસાર કોઇ ધાતુનો સામાન હોય તેવા પ્રકારનો આ ઉલ્કાપિંડ 2.788 કિલોગ્રામનાં વજનનો છે. 

સાંચોર પોલીસનાં અનુાર આજે સવારે 7 વાગ્યે માહિતી મળી કે ગાયત્રી કોલેજની નજીક ભંસાલી હોસ્પિટલ તરફના માર્ગ પર આકાશમાંથી કોઇ કડાકા સાથે એક ચમકદાર વસ્તું નીચે પડી હતી. જેના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં કાળા રંગની એગ ધાતુનો ટુકડો જમીનમાં ઘુસી ગયેલી હાલતમાં પડ્યો હતો. આશરે ચારથી પાંચ ફુટના ખાડામાં પડીને આ ટુકડો પડ્યો હતો. જો કે તે ટુકડો ખુબ જ ગરમ હતો ત્યાર બાદ અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચીને તે ઉલ્કાપિંડ હોવાની માહિતી મળી હતી. તે કાળા રંગની ચમકીલી ધાતુ જેવો હતો.   

કેટલાક પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, તેમણે આકાશમાંથી એક ખુબ જ ઝડપથી ચમકીલો એક પદાર્થ કડાકા ભડાકા સાથે નીચે પડતો જોયો હતો. નીચે પડ્યા બાદ એક વિસ્ફોટ થયો હતો. આ ઉલ્કાપીંડ ઠંડો પડ્યા બાદ પોલીસે તેને કાચના એક ઝારમાં મુક્યો હતો. પોલીસનું કહેવું છે કે, તેને નિષ્ણાંતોને મોકલી આપ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, આકાશમાં ક્યારેક ક્યારેક એક તરફથી બીજી તરફ અત્યંત વેગથી જતા અથવા પૃથ્વી પરથી પડતા જે પિંડ દેખાય છે, તેને ઉલ્કા અને સાધારણ બોલચાલમાં તુટતો તારો કહે છે. ઉલ્કાઓને જે અંશ વાયુમંડળમાં બળતું અટકાવીને પૃથ્વી સુધી પહોંચાડે છે. તેને ઉલ્કાપીંડ કહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news