PM મોદીના કાફલામાં સામેલ થયેલી નવી મર્સિડિઝનો મામલો, સામે આવ્યું આ સત્ય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં સામેલ થયેલી નવી મર્સિડિઝ મેબેક એસ 650 કારની કિંમત અંગે મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ રહેલી ખબરો પર એક મોટો ખુલાસો થયો

PM મોદીના કાફલામાં સામેલ થયેલી નવી મર્સિડિઝનો મામલો, સામે આવ્યું આ સત્ય

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાફલામાં સામેલ થયેલી નવી મર્સિડિઝ મેબેક એસ 650 કારની કિંમત અંગે મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત થઈ રહેલી ખબરો પર એક મોટો ખુલાસો થયો છે. હકીકતમાં સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ મોદીના સુરક્ષા કાફલામાં લાગેલી ગાડીની કિંમત એટલી નથી જેટલી મીડિયામાં દેખાડવામાં આવી રહી છે. 

સરકારી સૂત્રોનું કહેવું છે કે મીડિયામાં જે કિંમત બતાવવામાં આવે છે તેની સરખામણીમાં આ એક ગાડીની કિંમત લગભગ તેની માત્ર એક તૃતિયાંશ છે. 

12 કરોડની ગાડી હોવાની વાત ઉડી હતી
મીડિયા રિપોર્ટમાં કહેવાયું હતું કે પીએમ મોદીના કાફલામાં સામેલ નવી મેબેક કારની કિંમત 12 કરોડ રૂપિયા પ્રતિ કાર છે. જ્યારે સૂત્રોના જણાવ્યાં મુજબ તેની કિંમત તેના કરતા ઓછી છે. આમ પણ પીએમની સુરક્ષા કેવી હોવી જોઈએ? કઈ ગાડીમાં સૌથી સુરક્ષિત રહી શકે છે પીએમ? તે ગાડીઓમાં કયા કયા ઉપકરણ લગાવવામાં આવે વગેરે કામ પીએમની સુરક્ષા જોનારી એજન્સી એટલે કે એસપીજીનું છે. 

SPG નક્કી કરે છે ખરીદીની પ્રક્રિયા
એસપીજીનો નિયમ છે કે જે વ્યક્તિની સુરક્ષા કરવામાં આવી રહી છે તેની સુરક્ષામાં લાગેલા વાહનોને દર 6 વર્ષમાં બદલવામાં આવે. પરંતુ મળતી માહિતી મુજબ પીએમ મોદીના સુરક્ષા કાફલામાં લાગેલી કારો 8 વર્ષથી ઉપયોગમાં લેવાઈ રહી હતી. 

જોખમના આકલન પર લેવાય છે નિર્ણય
એટલે સુધી કે ઓડિટ દરમિયાન આ મુદ્દે આપત્તિ પણ જતાવવામાં આવી હતી. ત્યારે એવું કહેવાયું પણ હતું કે  જે વ્યક્તિને સુરક્ષા આપવામાં આવી રહી છે તેના જીવની સુરક્ષા સાથે સમાધાન થઈ શકે છે. આથી એસપીજીએ પીએમ મોદીના કાફલાની ગાડીઓને બદલવાનો નિર્ણય લીધો હતો. 

મળતી માહિતી મુજબ કાફલા સંલગ્ન ખરીદીનો નિર્ણય, પ્રોટેક્ટીના જોખમ પ્રમાણે આંકવામાં આવે છે. આ નિર્ણય એસપીજી પોતે લે છે. તેમાં જેને સુરક્ષા આપવામાં આવી રહી છે તે વ્યક્તિનો મત લેવાતો નથી. આથી નવી ગાડીઓની ખરીદીમાં પણ આ મામલે જે પ્રોટેક્ટી છે એટલે કે પીએમ મોદી, તેમનો અભિપ્રાય લેવાયો નથી. એટલે કે ખરીદીમાં તેમની કોઈ ભૂમિકા નથી. 

'PM ની કારની સુરક્ષા ફીચરની ચર્ચા દેશ હિતમાં નથી'
સૂત્રોના જણાવ્યાં મુજબ નવી કાર અપગ્રેડ નથી. પરંતુ રૂટીન રિપ્લેસમેન્ટ છે. હકીકતમાં બીએમડબલ્યુએ જે કાર કાફલાનો ભાગ હતી તેને બનાવવાનું બંધ કરી દીધુ છે. નવી ગાડીઓની સુરક્ષા ફીચર પર  ખુલાસાની માગણી કરવામાં આવતા કહેવાયું કે પીએમની નવી કારના સુરક્ષા ફીચર અંગે જાહેરમાં ચર્ચા કરવી એ રાષ્ટ્રીય હિતમાં નથી. કારણ કે તેનાથી બિનજરૂરી રીતે સંવેદનશીલ માહિતી બહાર આવી જાય છે. તેનાથી જે વ્યક્તિની સુરક્ષા કરવામાં આવી રહી છે તેમના જીવને જોખમ થઈ શકે છે. 

પ્રધાનમંત્રીએ ગાડી બદલવાની ડિમાન્ડ નહતી કરી: સૂત્ર
સૂત્રોએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ ક્યારેય નહતું કહ્યું કે તેમના સુરક્ષામાં કઈ કાર સામેલ કરવામાં આવે. જ્યારે યુપીએ કાળમાં તેના કરતા ઊંધુ કામ થતું હતું. UPA કાળમાં UPA ચેરમેન સોનિયા ગાંધીએ જે ગાડીઓ તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ માટે ખરીદવામાં આવી હતી તે રેન્જ રોવર્સ ગાડીઓનો ઉપયોગ કર્યો હતો. 

હવે વર્તમાન પીએમને એસપીજી કવચ
જો કે હવે એસપીજીના કાયદામાં ફેરફાર બાદ ફક્ત હાલના એટલે કે વર્તમાન પીએમને જ એસપીજી સુરક્ષા છે અને એસપીજીનું સંપૂર્ણ ફોકસ હવે પીએની સુરક્ષા અંગે જ રહે છે તથા નવી ગાડીઓની ખરીદી પણ તેનો જ ભાગ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news