રામનાથ કોવિંદ વિશે આ શું બોલી ગયા મહેબૂબા મુફ્તી? ટ્વીટ કરી સાધ્યું નિશાન

દ્રૌપદી મુર્મૂના શપથ લીધા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું. 

રામનાથ કોવિંદ વિશે આ શું બોલી ગયા મહેબૂબા મુફ્તી? ટ્વીટ કરી સાધ્યું નિશાન

Mehbooba Mufti attack on Ram Nath Kovind: દ્રૌપદી મુર્મૂએ આજે ભારતના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેમને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમનાએ રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. દ્રૌપદી મુર્મૂના શપથ લીધા બાદ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પર નિશાન સાધ્યું તથા તેમના પર  ભાજપનો રાજકીય એજન્ડા ચલાવવાનો આરોપ લગાવ્યો. 

ખોટી પરંપરા બની ગયા રામનાથ કોવિંદ-મહેબૂબા મુફ્તી
પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કરીને કહ્યું કે પદભાર છોડી રહેલા રાષ્ટ્રપતિ પોતાની પાછળ એક એવો વારસો છોડી ગયા છે જ્યાં ભારતીય બંધારણને અનેકવાર કચડવામાં આવ્યું. પછી ભલે તે કલમ 370ની વાત હોય, નાગરિકતા કાયદો (CAA) ને ખતમ કરવાનું હોય કે લઘુમતીઓ અને દલિતોને બેધડક નિશાન બનાવાનું હોય. તેમણે ભારતીય બંધારણની કિંમત પર ભાજપના રાજકીય એજન્ડાને પૂરો કર્યો.

— Mehbooba Mufti (@MehboobaMufti) July 25, 2022

તિરંગા અભિયાન મુદ્દે લગાવ્યો આ આરોપ
આ અગાઉ મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીર પ્રશાસન પર  'હર ઘર તિરંગા' મુહિમ હેઠળ લોકોને રાષ્ટ્રીય ધ્વજ ખરીદવા માટે મજબૂર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે દેશભક્તિ સ્વયં આવે છે. તેને થોપી શકાય નહીં. અત્રે જણાવવાનું કે 'હર ઘર તિરંગા' મુહિમ 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ 13થી 15 ઓગસ્ટ સુધી નાગરિકોને પોપતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી શરૂ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news