અયોધ્યા કેસ: 'મધ્યસ્થતાની કાર્યવાહી બંધ બારણે થશે'...સુપ્રીમના આદેશની મહત્વની વાતો
Trending Photos
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે પોતાના મહત્વના આદેશમાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલો સ્થાયી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતાને હવાલે કર્યો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પેનલે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ આ ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ એફ એમ ઈબ્રાહિમ ખલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રી રામ પંચુને મધ્યસ્થ તરીકે નિયુક્ત કર્યાં. સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયાધીશ એફ એમ ખલીફુલ્લા રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ વિવાદ મામલે મધ્યસ્થતા કરનારી પેનલના પ્રમુખ રહેશે.
સુપ્રીમના આદેશની મુખ્ય વાતો...
- મધ્યસ્થતાની પ્રક્રિયા એક અઠવાડિયામાં શરૂ થશે.
- મધ્યસ્થતાને આઠ સપ્તાહમાં પૂરી કરી લેવામાં આવે.
- મધ્યસ્થતાની આખી પ્રક્રિયા ફૈઝાબાદમાં થશે.
- ઉત્તર પ્રદેશ સરકારને મધ્યસ્થતા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નિર્દેશ અપાયા.
મધ્યસ્થતાની આખી પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં થશે અને તે સંપૂર્ણ રીતે ગોપનીય રહેશે.
- મધ્યસ્થતાની પ્રક્રિયા ઓન કેમેરા થશે, પ્રક્રિયા ફૈઝાબાદમાં થશે.
- મધ્યસ્થતા પેનલને ચાર સપ્તાહની અંદર પ્રગતિ રિપોર્ટ આપવાનું કહ્યું.
- મધ્યસ્થતા દરમિયાન મીડિયા રિપોર્ટિંગ થશે નહીં.
- કોર્ટે અયોધ્યા મામલે મધ્યસ્થતાની કાર્યવાહી બંધ બારણે કરવાનો નિર્દેશ આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે