લદ્દાખઃ સૈનિકોના જલદી પાછળ હટવા પર બની સહમતિ, ફરી થશે કમાન્ડરોની વાતચીત

બંન્ને દેશોએ કહ્યું કે, દ્વિપક્ષી સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપથી શાંતિની સ્થાપના જરૂરી છે. 

 લદ્દાખઃ સૈનિકોના જલદી પાછળ હટવા પર બની સહમતિ, ફરી થશે કમાન્ડરોની વાતચીત

નવી દિલ્હીઃ ભારત અને ચીને પૂર્વી લદ્દાખના સંઘર્ષ ક્ષેત્રથી સંપૂર્ણ રીતે અને જલદી સૈનિકોને પાછળ હટવા પર સહમતિ વ્યક્ત કરી છે. બંન્ને દેશોએ કહ્યું કે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ વિકાસ માટે પૂર્ણ રૂપથી શાંતિ સ્થાપાય તે જરૂરી છે. વાસ્તવિક નિયંત્રણ રેખાની પાસે કેટલાક સમથાનો પરથી ચીની સૈનિકોની વાપસી હજુ થઈ નથી. તેવા સંકેત મળવા વચ્ચે બંન્ને પક્ષોમાં સેનાઓ અને વાર્તાને લઈને પણ સહમતિ બની છે. 

વિદેશ મંત્રાલયે કહ્યું કે, શુક્રવારની બેઠકમાં બંન્ને પક્ષએ તે વાત પર  સહમતિ  વ્યક્ત કરી કે ત્વરિત સંપૂર્ણ રીતે પાછળ હટવાની પ્રક્રિયાને નક્કી કરવા માટે આગળના  પગલા નક્કી કરવા માટે વરિષ્ઠ સૈન્ય કમાન્ડરોની વધુ એક બેઠક થઈ શકે છે. 

 બંન્ને દેશોએ સરહદના મામલા પર વિચાર વિમર્શ કરવા તથા સંકલનની કારોબારી રચના હેઠળ આજે ઓનલાઈન માધ્યમથી થયેલી હાલની વાર્તા દરમિયાન ક્ષેત્રની સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠક આશરે ત્રણ કલાક ચાલી હતી. 

અત્યાર સુધી થઈ કોર કમાન્ડર સ્તરની ચાર રાઉન્ડની ચર્ચા
બંન્ને દેશોની આ બેઠક તેવા સમયે થઈ, જ્યારે તે પ્રકારના સમાચાર આવી રહ્યાં હતા કે પાછળ હટવાની પ્રક્રિયા આગળ વધી રહી નથી. જેવી 14 જુલાઈની કોર કમાન્ડર સ્તરની પાછલા રાઉન્ડની વાર્તા બાદ આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મામલાની જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે વાર્તા દરમિયાન ભારતે ચીન પક્ષને મજબૂત સંદેશ આપ્યો કે, તેણે કોર કમાન્ડર સ્તરની ચાર રાઉન્ડની વાર્તામાં નક્કી થયેલ સૈનિકોની વાપસીની પ્રક્રિયાનું પાલન કરવું પડશે. 

બેઇજિંગમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને પક્ષો વચ્ચે સરહદ મુદ્દા પર ગંભીર વાતચીત થઈ. તેમણે કહ્યું કે, બંન્ને દેશો દ્વારા પોત-પોતાના સૈનિકોને પરત બોલાવવાની દિશામાં સકારાત્મક પ્રગતિ થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news