ઘટી ગયું મે મહિનામાં GST કલેક્શન, સરકારની આવકને પડ્યો મોટો ફટકો

મે મહિનામાં સરકારને જીએસટી દ્વારા 1 લાખ 289 કરોડની આવક થઈ છે, વર્ષ 2019માં કુલ GST કલેક્શન 1 લાખ કરોડ 289 કરોડનું રહ્યું છે, જેમાં CGSTનો હિસ્સો 17,811 કરોડ અને SGSTનો હિસ્સો 24,462 કરોડનો છે 
 

ઘટી ગયું મે મહિનામાં GST કલેક્શન, સરકારની આવકને પડ્યો મોટો ફટકો

નવી દિલ્હીઃ મે મહિનામાં સરકારને જીએસટી દ્વારા 1 લાખ 289 કરોડની આવક થઈ છે, વર્ષ 2019માં કુલ GST કલેક્શન 1 લાખ કરોડ 289 કરોડનું રહ્યું છે, જેમાં CGSTનો હિસ્સો 17,811 કરોડ અને SGSTનો હિસ્સો 24,462 કરોડનો છે, જ્યારે IGST રૂ.49,891 કરોડ રહ્યો છે. IGSTમાં ઈમ્પોર્ટ પર ટેક્સ કલેક્શન રૂ.24,875 કરોડ થયું છે. આ ઉપરાંત, સેસ દ્વારા સરકારને રૂ.8125 કરોડની કમાણી થઈ છે, જેમાં 953 કરોડની આવક આયાત દ્વારા થઈ છે. 

એપ્રિલ મહિનામાં કુલ GST કલેક્શન રૂ.1.13 લાખ કરોડ હતું. જેમાં CGSTનો હિસ્સો રૂ.163 કરોડ, SGSTનો હિસ્સો રૂ.28,801 કરોડ અને IGSTનો હિસ્સો રૂ.54,733 કરોડ રહ્યો હતો. સેસ કલેક્શન રૂ.9168 રહ્યું હતું. માર્ચમાં સરકારનું કુલ જુએસટી કલેક્શન રૂ.1.06 કરોડ થયું હતું. 

— ANI (@ANI) June 1, 2019

નાણાકિય વર્ષ 2019-20માં સરકારે CGST દ્વારા રૂ.6.10 લાખ કરોડ અને વળતરમાંથી રૂ.1.01 લાખ કરોડ એક્ઠા કરવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. IGST દ્વારા રૂ.50,000 કરોડની આવક થવાનું અનુમાન છે. નાણાકિય વર્ષ 2018-19માં CGSTની કુલ આવક રૂ.4.25 લાખ કરોડ થઈ હતી અને વળતર રૂ.97,000 કરોડનું રહ્યું હતું. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news