પરિણીત મહિલાનું ચાલી રહ્યું હતું અફેર, રાત્રે બોયફ્રેન્ડે દરવાજો ખખડાવ્યો અને પછી જે થયું...
મહારાષ્ટ્રના પુણેમાં એક પરિણીત મહિલાનું અફેયર ચાલી રહ્યું હતું. મહિલાએ પોતાના બોયફ્રેન્ડની સાથે મળીને કાવતરું રચી નાંખ્યું. ત્યારબાદ તેનો બોયફ્રેન્ડ રાત્રે લગભગ એક વાગ્યે તેના ઘરે પહોચ્યો અને દરવાજો ખખડાવ્યો. મહિલાના પતિએ જેવો જ ગેટ ખોલ્યો તો આરોપીએ તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. આખી ઘટનાને ચોરી અને હત્યાનું રૂપ આપવાની કોશિશ કરવામાં આવી.
Trending Photos
ઝી બ્યુરો/નવી દિલ્હી: મહારાષ્ટ્રના પુણેમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીં લવ અફેયરના કારણે એક પરિણીત મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યા કરી નાખી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાને ચોરી અને હત્યાનું રૂપ આપવાની કોશિશ કરી. પોલીસે આ મામલાની ગંભીરતાથી તપાસ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો.
મળતી માહિતી અનુસાર, આ ઘટના કર્વેનગરમાં સ્થિત શ્રીમાન સોસાયટીની છે. અહીં રહેનાર 42 વર્ષીય રાહુલ પંઢરીનાથ નિવગુણેની તેમનો જ ઘરમાં ઘૂસીને કરપીણ હત્યા કરી નાંખવામાં આવી.
વરજે પોલીસના જણાવ્યા અનુસાર, રાત્રે લગભગ 1 વાગે કોઈ અજાણ્યા વ્યક્તિએ રાહુલના ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યારે રાહુલે દરવાજો ખોલ્યો તો આરોપીઓએ તેના પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. મૃતક રાહુલ ગાડી ચલાવતો હતો. આરોપીએ પોતાનો ચહેરો ઢાંક્યો હતો. આ દરમિયાન રાહુલની ચીસોનો અવાજ સાંભળીને ઘરમાં હાજર તેની ત્રણ પુત્રીઓ અને પત્ની જાગી ગયા હતા. તેના પહેલા આરોપી ઘરેથી દાગીના, રોકડ અને કિંમતી સામાન લઈને ભાગી ગયો હતો.
ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને શરૂઆતમાં લાગ્યું કે આ ચોરી અને હત્યાનો મામલો છે, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ આખી વાત સામે આવી.
પોલીસનું કહેવું છે કે આ અનૈતિક સંબંધોનો મામલો છે. રાહુલની પત્ની અને આરોપી વચ્ચે અફેર ચાલી રહ્યું હતું. જેના કારણે રાહુલની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. બનાવ ચોરી અને હત્યા જેવો બને તે માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે