મરાઠા આંદોલન : મુંબઈમાં ‘જેલ ભરો’ પ્રદર્શન, આ સમુદાયની લોન માટે ગેરેન્ટર બનશે સરકાર
મહારાષ્ટ્રના 12 કરોડની વસતીનો 30 ટકા હિસ્સો મરાઠી સમુદાય છે
Trending Photos
મુંબઈ : મરાઠા કાર્યકર્તાઓએ શિક્ષણ અને નોકરીમાં તરત આરક્ષણ લાગુ કરવાની માગણી સાથે ‘જેલ ભરો’ પ્રદર્શન કર્યું. મરાઠા ક્રાંતિ મોર્ચાના નેતૃત્વમાં આરક્ષણ સમર્થક સમુહોએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં ‘જેલ ભરો’ પ્રદર્શનનું આયોજન કર્યું જ્યારે રાજ્યના કેટલાક હિસ્સામાં સ્થાનિક સમુહોએ પણ આવું જ વિરોધ પ્રદર્શન કર્યું. એક અધિકારીએ માહિતી આપી છે કે મરાઠા સમુદાયાના આજના પ્રદર્શનથી ર ેલ અે સડક પરિવહન પ્રભાવિત નથી થયું. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનના કારણે રાજ્યમાં સુરક્ષાનું પુરતું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
મરાઠા સમુદાયના એક સમુહે લાતુર જિલ્લામાં રાજ્યના શ્રમ મંત્રી શંભાજી પાટિલ-નીલાંગેકરના ઘરની બહાર પણ પ્રદર્શન કર્યુ. પોલીસે જણાવ્યું કે પ્રદર્શનકારીઓએ ઉત્તર સોલાપુરમાં પુણે-સોલાપુર રાષ્ટ્રીય રાજમાર્ગના એક હિસ્સાને કોર્ડન કરી દીધો હતો. પુણે જિલ્લાના જુન્નારમાં પણ પ્રદર્શન કરવામાં આવ્યું અને શિરૂર તથા ખેદ તાલુકામાં રેલી કાઢવામાં આવી.
મરાઠા સમુદાયની ડિમાન્ડમાં નોકરી અને શિક્ષામાં 50 ટકા આરક્ષણ, કોપર્ડી બળાત્કાર મામલામાં આરોપીને મોતની સજા તેમજ એસએસટી કાયદાનો અયોગ્ય વપરાશને રોકવાની નીતિનો સમાવેશ થાય છે. આરક્ષણની ડિમાન્ડને લઈને રાજ્યમાં અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે. આ સંજોગોમાં મરાઠા સમુદાયમાં વ્યાપ્ત રોષને સમાપ્ત કરવા માટે માટે મહારાષ્ટ્ર સરકારે નક્કી કર્યું છે કે પછાત સમુદાયને નાણાંકીય સહાય પુરી પાડતી યોજના અંતર્ગત મરાઠા સમુદાયના યુવાનોને આપવામાં આવતી લોન માટે સરકાર ગેરેન્ટર બનશે. હાલમાં મરાઠા સમુદાયના કલ્યાણ માટે બનાવવામાં આવેલી સમિતિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે