સરકારની ખોટી નીતિઓના કારણે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ: મનમોહન સિંહ

દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મનમોહન સિંહે કહ્યું કે મોદી સરકારના ચારેકોર મિસમેનેજમેન્ટના પગલે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ છે. તેમણે નોટબંધીને એક ખોટો નિર્ણય ગણાવ્યો.  

સરકારની ખોટી નીતિઓના કારણે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ: મનમોહન સિંહ

નવી દિલ્હી: દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મનમોહન સિંહે કહ્યું કે મોદી સરકારના ચારેકોર મિસમેનેજમેન્ટના પગલે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ છે. તેમણે નોટબંધીને એક ખોટો નિર્ણય ગણાવ્યો.  મનમોહન સિંહે કહ્યું કે આજે અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ ચિંતાજનક છે. ગત ત્રિમાસિક જીડીપી (GDP) માત્ર 5 ટકાના દરે વધ્યો. જે ઈશારો કરે છે કે આપણે એક લાંબા મંદીના દોરમાં છીએ. ભારતમાં ઝડપી વૃદ્ધિ કરવાની ક્ષમતા છે. પરંતુ મોદી સરકારના ચારેકોર મિસમેનેજમેન્ટના કારાણે અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ છે. 

'નોટબંધી એક ખોટો નિર્ણય હતો'
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે "ચિંતાજનક વાત એ છે કે વિનિર્માણ ક્ષેત્રનો વૃદ્ધિ દર માત્ર 0.6 ટકા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આપણી અર્થવ્યવસ્થા હજુ પણ નોટબંધીના ખોટા નિર્ણય અને ઉતાવળમાં લાગુ કરાયેલા GSTના નુકસાનથી બહાર આવી શકી નથી."

ઘરેલુ માગમાં ખુબ ઘટાડો છે અને વસ્તુઓના ઉપયોગનો દર 18 મહિનાના સૌથી નીચલા સ્તરે છે. નોમિનલ જીડીપી વૃદ્ધિ દર 15 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. કર આવકમાં ખુબ ઘટાડો થયો છે. 

'ટેક્સ આતંકવાદ બેરોકટોક ચાલી રહ્યો છે'
ટેક્સ બ્યુઓએસી એટલે કે જીડીપીની સરખામમીમાં ટેક્સની વૃદ્ધિ રહેનારી છે કારણ કે નાના અને મોટા તમામ વેપારીઓ સાથે જબરદસ્તી થઈ રહી છે અને ટેક્સ આતંકવાદ બેરોકટોક ચાલી રહ્યો છે. રોકાણકારોમાં ઉદાસીનો માહોલ છે. તે અર્થવ્યવસ્થામાં સુધારના આધાર નથી. 

મોદી સરકારની નીતિઓના પગલે મોટી સંખ્યામાં નોકરીઓ ખત્મ થઈ છે. એકલા ઓટોમોબાઈલ સેક્ટરમાં જ 3.5 લાખ લોકોની નોકરીઓ ગઈ છે. અસંગઠિત ક્ષેત્રમાં પણ આ જ પ્રકારે મોટા પાયે નોકરીઓમાં ઘટાડો થશે જેનાથી આપણી અર્થવ્યવસ્થામાં સૌથી નબળા કામદારોને રોજીરોટીથી હાથ ધોવા પડશે. 

ગ્રામીણ ભારતની સ્થિતિ ખુબ ગંભીર છે. ખેડૂતોને તેમના પાકનું યોગ્ય મૂલ્ય મળતું નથી અને ગામડાની આવક પડી છે. જેનું મોદી સરકાર પ્રદર્શન કરવાનું પસંદ કરે છે તે ઓછો મોંઘવારી દર આપણા ખેડૂતોની આવક ઓછી કરીને મેળવાયો છે, જેનાથી દેશમાં 50 ટકાથી વધુ જનસંખ્યા પર પ્રહારો કરાયો છે. 

'સંસ્થાનો પર હુમલા થઈ રહ્યાં છે'
તેમણે કહ્યું કે સંસ્થાનો પર  હુમલા થઈ રહ્યાં છે, તેમની સ્વાયત્તતા ખતમ કરાઈ રહી છે. સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા આપ્યા બાદ આરબીઆઈની આર્થિક મિસમેનેજમેન્ટને વહન કરી શકવાની ક્ષમતાનો ટેસ્ટ થશે, અને આ બાજુ સરકાર આટલી મોટી રકમનો ઉપયોગ કરવાની હાલ કોઈ યોજના ન હોવાની વાત કરી રહી છે. 

જુઓ LIVE TV

આ ઉપરાંત આ સરકારના કાર્યકાળમાં ભારતના આંકડાઓની વિશ્વસનિયતા ઉપર પણ પ્રશ્ચાર્થ ચિન્હ લાગ્યો છે. બજેટ જાહેરાતો અને રોલબેક્સે આંતરરાષ્ટ્રીય રોકાણકારોના વિશ્વાસને આંચકો આપ્યો છે. ભારત ભૌગોલિક-રાજનીતિક ગઠબંધનના કારણે વૈશ્વિક વ્યાપારમાં ઉત્પન્ન થયેલી તકોનો લાભ ઉઠાવીને પોતાની નિકાસ પણ વધારી શક્યું નહીં. મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક મેનેજમેન્ટની હાલત ખરાબ થઈ છે. 

તેમણે કહ્યું કે આપણા યુવા, ખેડૂતો અને ખેત મજૂરો, આંતરપ્રિન્યોર્સ અને સુવિધાહીન તથા ગરીબ વર્ગોના લોકો તેનાથી વધુ સારી સ્થિતિના હકદાર છે. ભારત આ સ્થિતિમાં વધુ સમય ન રહી શકે. આથી હું સરકારને આગ્રહ કરું છું કે તેઓ બદલાનું રાજકારણ છોડે અને તમામ બુદ્ધિજીવીઓ અને વિચારકોની મદદ લઈને આપણી અર્થવ્યવસ્થાને આ માનવ નિર્મિત સંકટમાંથી બહાર કાઢે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news