Manipur gang rape case: ક્યારે શરૂ થઇ ભયાનક હિંસા અને મહિલાને સરેઆમ નગ્ન કરનાર કોણ છે?
Manipur video: તણાવની શરૂઆત ચુરાચંદપુર જિલ્લાથી થઇ, જે ઇમ્ફાલથી 63 કિમી દૂર છે. આ જિલ્લામાં કુકી આદિવાસીની વસતિ વધારે છે. ગવર્મેન્ટ લેન્ડ સર્વેના વિરોધમાં 28 એપ્રિલે ધ ઇંડિજેનસ ટ્રાઇલબ લીડર્સે ચુરાચંદપુરમાં 8 કલાક બંધનું એલાન કર્યું હતું.
Trending Photos
Manipur violence: મણિપુર આખું હિંસામાં સળગી રહ્યું છે. હાલમાં જ કુકી સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી સરેઆમ ફેરવવામાં આવી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે અને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે પ્રધાનમંત્રી મોદીએ પણ એવા તમામ લોકોની ટિકા કરી છે જેમણે આવી ક્રુરતાને અંજામ આપ્યો હતો.
ત્યારે અમે તમને મણિપુરમાં ચાલી રહેલી હિંસાની કહાની જણાવીએ. વાત થોડી પાછળ લઇ જઇએ. મણિપુરની રાજધાની ઇમ્ફાલ એકદમ વચ્ચોવચ્ચ છે. જે આખા રાજ્યનો 10 ટકા ભાગ છે. જેમાં 57 ટકા વસ્તી રહે છે. બાકી ચારે બાજુ રાજ્યના 90 ટકા ભાગમાં પહાડી વિસ્તાર છે. જેમાં પ્રદેશની 43 માનવ વસવાટ છે. જેમાં ઇમ્ફાલ ઘાટીના વિસ્તારમાં મૈતેઇ સમુદાયની આબાદી વધુ છે. જેમાં વધારે પડતા હિંદુ લોકો છે. એટલે મણિપુરની કુલ આબાદીમાં આ સમૂદાયની 5 ટકા ભાગીદારી છે. એટલે આંકડા જોવા જઇએ તો... 60 ધારાસભ્યોમાંથી 40 ધારાસભ્ય મૈતેઇ સમુદાયના છે.
લાખો લોકો જેની રાહ જોઇ રહ્યા હતા હવે તે કામ કરી રહી છે Maruti! એકદમ ખાસ છે આ નવી કાર
Instagram Down: 24 કલાકમાં મેટાને બીજો ઝટકો, Whatsapp બાદ Instagram પણ થયું ડાઉન
આ તરફ બીજી બાજુ પહાડી વિસ્તારમાં માન્યતા પ્રાપ્ત થયેલી 33 જનજાતિ રહે છે. જેમાં મુખ્યરૂપે નગા અને કુકી જાતિ છે.. જે મૂળરૂપથી ઇસાઇ છે.
ભારતીય સંવિધાનના આર્ટિકલ 371સી મુજબ મણિપુરના પહાડી વિસ્તારની જનજાતિઓને વિશેષ દરજ્જો મળ્યો છે. જે સુવિધા મૈતેઇ સમુદાયને મળતો નથી. લેન્ડ રિફૉર્મ એક્ટ હેઠળ મૈતેઇ સમુદાય પહાડી વિસ્તારમાં જમીન ખરીદીને રહી શકતા નથી. જ્યારે પહાડી વિસ્તારમાંથી ઘાટીમાં જઇને લોકો રહી શકે છે. તેના માટે કોઇ રોક ટોક નથી. બસ... આ કારણોસર બન્ને સમુદાયમાં મતભેદ વધી રહ્યા છે.
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ
વાત હિંસાની કરીએ તો...
તણાવની શરૂઆત ચુરાચંદપુર જિલ્લાથી થઇ, જે ઇમ્ફાલથી 63 કિમી દૂર છે. આ જિલ્લામાં કુકી આદિવાસીની વસતિ વધારે છે. ગવર્મેન્ટ લેન્ડ સર્વેના વિરોધમાં 28 એપ્રિલે ધ ઇંડિજેનસ ટ્રાઇલબ લીડર્સે ચુરાચંદપુરમાં 8 કલાક બંધનું એલાન કર્યું હતું. જોત જોતામાં ક્યારે પરિસ્થિતિ હિંસક બની તેનો ખ્યાલ ન રહ્યો. એવામાં તે જ રાત્રે તુઇબોંગ વિસ્તારમાં ઉપદ્રવીઓએ વનવિભાગની ઓફિસને સળગાવી દીધી. એટલે કે, એપ્રિલ મહિનાની હિંસામાં પોલીસ અને કુકી આદિવાસી આમને સામને હતા.
ત્યારપછીના પાંચમાં દિવસે ઑલ ટ્રાઇબલ સ્ટૂડેન્સ યૂનિયન ઑફ મણિપુરે આદિવાસી એક્તા માર્ચ યોજી. જે માર્ચ મૈતેઇ સમુદાયને એસટીનો દરજ્જો આપવાની વિરોધમાં હતી. જેનાથી સ્થિતિ વધારે ખરાબ થઇ. આદિવાસીઓના આ પ્રદર્શનના વિરોધમાં મૈતેઇ સમુદાયના લોકો ઉભા થા અને લડાઇ માટે ત્રણ પક્ષ થઇ ગયા.
એક તરફ મૈતેઇ સમુદાયના લોકો, બીજી તરફ કુકી અને નગા સમુદાયના લોકો. જોત જોતમાં આખો પ્રદેશ આગમાં સળગવા લાગ્યો. આ હિંસામાં અત્યારસુધીમાં 150થી વધુ લોકોના મોત થયા છે અને 3 હજારથી વધુ ઘાયલ થયા છે.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
આમ જોઇએ તો મણિપુર હિંસાના મુખ્ય ત્રણ કારણો છે, એમાં પહેલું છે. મૈતેઇ સમુદાયના એસટી દરજ્જાનો વિરોધ. બીજી વાત ગેરકાયદેર અફીણની ખેતી અને અન્ય પ્રવૃતિ વિરુદ્ધ સરકારની કાર્યવાહી અને ત્રીજી વાત કુકી વિદ્રોહી સંગઠને સરકાર સાથે સમજૂતી તોડી નાખી. જેમાં કુકી જાતિના કેટલાક સંગઠન 2005 સુધી સૈન્ય વિદ્રોહમાં સામેલ રહ્યા છે. મનમોહનસિંહની સરકારના સમયમાં વર્ષ 2008માં લગભગ બધા જ કુકી વિદ્રોહી સંગઠનોએ કેન્દ્ર સરકારે તેમના વિરુદ્ધ થતી સૈન્ય કાર્યવાહી રોકવા માટે સસ્પેંશન ઑફ ઑપરેશન એટલે કે SOS એગ્રીમેન્ટ કર્યું હતું.
Car Tips: કાર માટે બટાકાનો ધાંસૂ જુગાડ, આની સામે મોટી-મોટી ટેક્નોલોજી પણ છે ફેલ!
શું તમને પણ વધુ મચ્છર કરડે છે, જાણો આવું કેમ થાય છે, જાણો શું કહે છે રિસર્ચ
જેમ જેમ સમય વિત્યો તેમ તેમ આ એગ્રીમેન્ટનો કાર્યકાળ વધ્યો. પરંતુ આ વર્ષે 10 માર્ચે મણિપુર સરકાર કુકી સમુદાયના બે સંગઠનો માટે આ સમજૂતિમાંથી પાછળ હટી ગઇ. જે સંગઠન છે રેવુલુશનરી આર્મી અને કુકી નેશનલ આર્મી. બન્ને સંગઠન હથિયાર બંધ છે. હથિયારબંધ આ સંગઠનોના લોકો મણિપુર હિંસામાં સામેલ થયા જેમાં તેઓ સેના અને પોલીસ પર હુમલો કરવા લાગ્યા. તો આ હિંસાના મુખ્ય કારણો છે.
છેલ્લે વાત રહી મહિલાઓને નગ્ન કરીને સરેઆમ લઇ જવાની
તે મહિલાઓ કુકી સમુદાયની છે. આ વીડિયો 4 માર્ચનો હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે હિંસા શરૂઆતી ચરણમાં હતી. મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવાનો આરોપ મૈતેઇ સમુદાયના લોકો પર લાગ્યો છે. હાલ મણિપુરના મુખ્યમંત્રી એન બીરેજ સિંહે આ તપાસસ માટે અલગ-અલગ ટીમની રચના કરી છે. કેન્દ્ર સરકારે પણ આ અંગે રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. કેન્દ્રીય મહિલા અને બાલ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ સીએમ સાથે વાત કરી હતી. જો કે, મહિલાઓ સાથેની બર્બરતાને દેશની સાથે સાથે દુનિયાભરના લોકો વખોડી રહ્યા છે.
ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, આજે પણ ઉજવાતી નથી રક્ષાબંધન
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે